હાલમાં આ કાળ બનતા કોરોનાએ સમગ્ર વિશ્વમાં વિકટ સ્થિતિ ઉભી કરી છે. કોરોનાની સારવાર માટે હવે તો દાખલ થવા માટે જગ્યા પણ ઓછી પડે છે. સ્મશાનોમાં પણ હવે તો લાઈનો જોવા મળે છે. આ દરમિયાન ભરૂચમાંથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.
ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે. એક તરફ સ્મશાનોમાં કોવિડ દર્દીઓના મૃતદેહો માટે લાઈનો પડી છે. તો બીજી તરફ, દર્દીઓનું વેઈટિંગ લિસ્ટ લાંબુલચક બની રહ્યું છે. આવામાં ભરૂચમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલ દર્દીઓથી હાઉસફુલ બની રહી છે.
આવામાં દર્દીઓને દાખલ થવા માટે જગ્યા પણ નથી મળી રહી. હોસ્પિટલમાં જ્યાં મળે ત્યાં દર્દીઓને બેસાડીને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ત્યારે જંબુસરની હોસ્પિટલનો આ વીડિયો જોઇને તમને શોક લાગશે. જંબુસરની અલ મહેમૂદ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે.
જેમાં હોસ્પિટલમાં બેડની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે જેથી સ્ટ્રેચર, ખુરશીઓ પર સૂઈ લોકો સારવાર લેતા જોવા મળે છે. આવી પરિસ્થિતિ લગભગ ગુજરાતના મોટાભાગના હોસ્પિટલની છે. બેડની સુવિધાના અભાવે દર્દીઓની હાલત કફોડી બની છે.
ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં ગઈ મધ્યરાત્રીના 3 વાગ્યાથી આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 11 વ્યક્તિઓના મૃતદેહને અંતીમ સંસ્કાર આપવામાં આવ્યા. એટલે કે, દર 1 કલાકે 1 વ્યક્તિનો અગ્નિ દાહ કરવામાં આવી રહ્યો છે. જેથી ભરૂચની પરિસ્થિતિ પણ હાલ વિકટ છે તેવું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.