નવસારીમાં નાસ્તાની લારી ચલાવતા રાહુલ શર્મા અગ્રવાલ કોલેજ પાસે આવેલા બંસરી એપાર્ટમેન્ટના ચોથા માળે રહે છે. ગઈ કાલે રાત્રે 10 થી 11નાં સમય દરમિયાન માતા પિતા અને બાળકી બેડરૂમમાં બેઠા હતા. તેઓનાં બેડરૂમમાં બેડ બારીને અડીને મૂક્યો હતો.
અને બેડની બાજુમાં ખુરશી મૂકી હતી. આ દરમિયાન બાળકી ખુરશી પરથી બેડ પર ગઈ હતી અને બેડ પર રમતા રમતા બારીમાંથી નીચે પડી ગઈ હતી. સદનસીબે નીચે સિંટેક્સની ચોરસ ખાલી પાણીની ટાંકી હતી જેથી તેની પર પડતાં ઉછળીને બાજુમાં પટકાઈ હતી. પડવાનો અવાજ જોરથી આવતા આજુ બાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા.
ત્યારબાદ બાળકીને સારવાર માટે પારસી હોસ્પિટલમાં લઇ ગયા હતા. બાળકી સમાયરા હાલ ખતરાથી બહાર છે પણ વધુ સારવાર માટે ત્યાંથી શ્રદ્ધા હોસ્પિટલમાં લઇ જવાનું કહેવામાં આવ્યું હતું જેથી તેઓ શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જાણવા મળ્યું છે કે, બાળકીને માંથાનાં ભાગે ઇજા પહોંચી હતી.
ઉપરાંત જમણા હાથે અને પગે ફ્રેકચર થયું હતું. બાળકીનો સીટી સ્કેન કરાવતા તે પણ નોર્મલ આવ્યો હતો. તેમ છતાં ડોક્ટરએ હાલ પૂરતી ઓબ્ઝર્વેશનમાં રાખી છે. બાળકી સમાયરા હાલ ખતરાથી બહાર છે. પરંતુ પરિવારની વહેલા સારા થવાની પ્રાર્થના કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.