મોદી સરકાર લોકસભાની ચૂંટણી વહેલી કરાવવાની તૈયારીઓમાં લાગી ગઈ? જાણો કયા મહિનામાં યોજાશે

Lok Sabha Elections: માર્ચ-એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં તેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. લોકસભાની ચૂંટણી( Lok Sabha Elections ) 2024ની તૈયારીઓને…

Lok Sabha Elections: માર્ચ-એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં તેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. લોકસભાની ચૂંટણી( Lok Sabha Elections ) 2024ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે લોકસભા ચૂંટણી અગાઉ અહીં ભાજપની રાજ્ય સરકાર પહેલીવાર વોટ ઓન એન્કાઉન્ટ ને બદલે ફૂલ ફ્લેજ્ડ લાવી રહી છે. તમને જણાવી દઈએ કે

કેન્દ્રમા નરેન્દ્ર મોદીની સરકાર રચાયા બાદ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા વર્ષ ૨૦૨૦-૨૧ માટે ફૂલ બજેટ રજૂ થયુ હતુ. ભૂતકાળમા જે સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોય તેવી સરકારો પોતાને અધિકાર નથી તેવા આગામી નાણાકીય વર્ષ માટેનુ આયોજન કરતી નહોતી. રાજ્યો પણ આચારસંહિતા અને ચૂંટણી જીતવા રાજકીય કામ હોવાથી વિધાનસભાઓમા મહિનાનુ સત્ર યોજી બજેટ પાસ કરાવવાનુ ટાળતા હતા. ત્યારે હવે રાજ્યમાં ચૂંટણી પહેલા બજેટ પણ રજુ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ચંદ્રકાંત પાટીલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષે હજી હમણા જ તેમના કાર્યકરો, નેતાને ફ્રેબુઆરીમા ચૂંટણી જાહેર થશે એવુ કહ્યુ હતુ. ત્યારે એમના જણાવ્યા બાદ એવી ચર્ચા ઉઠી છે કે જાણે

લોકસભાની ચૂંટણી:
ECI કરતા ભાજપના નેતાઓને આ દેશમા ચૂંટણી ક્યારે જાહેર થવાની અને કેટલી બેઠકો પર કેટલી લીડથી વિજય મળવાનો છે તેને પહેલાથી જ ખબર હોય છે. તેથી હમણા સંસદનુ સત્ર ૭મી માર્ચને બદલે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહે પૂર્ણ કરવા જે રીતે ગતિવિધિ ચાલી રહી છે તેને સમજતા માર્ચ આરંભે આચારસંહિતા અમલમા આવે તેવી શક્યતા છે.

૧૦ વર્ષના મજબૂત શાસન પછી એવુ પણ બની શકે કે લોકસભા ચૂંટણી- ૨૦૨૪ ત્રણ મહિનાને બદલે માત્ર ઓછા દિવસોમા પૂર્ણ પણ થઈ જાય! તેવું પણ લોક મુખે ચર્ચાઓ થઇ રહી છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 થી 29 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ,આ સત્રમાં 24 દિવસમાં કુલ 26 બેઠક મળશે. ડિજિટલ વિધાનસભામાં તારાકિંત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઇન પૂછશે. નાણામંત્રી કનુ દેસાઈ 2 ફેબ્રુઆરીએ 2024-25 માટે રાજ્યનું બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાની 26 બેઠકો હશે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે.

ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમ્યાન વિધાનસભા સત્ર ચાલશે.વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *