અમરેલી (ગુજરાત): રાજુલામાં (Rajula) થી હાલમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષની માતાએ એકસાથે ચાર-ચાર (4 Children born) તંદુરસ્ત બાળકોને જન્મ આપતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે ત્યારે બાળકોના જન્મ પછી માતા (Mother) તથા તમામ બાળકોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચાર સંતાનોમાં 2 બાળકો અને 2 બાળકી સામેલ:
અમરેલીમાં આવેલ રાજુલામાં રહેતા રેશ્માબેન સેલોત નામની મહિલાની રાજુલામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ કરવામા આવી હતી. પ્રસુતિ કર્યા પહેલા મહિલાની તબિયત સ્થિર હોવા છતા તબીબો દ્વારા સાવચેતી પૂર્વક પ્રસુતિ કરાવવામા આવી હતી.
ફક્ત 22 વર્ષની મહિલાએ એક સાથે 4-4 બાળકોને જન્મ આપ્યો હતો. તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકોના જન્મ પછી બધા જ બાળકો તેમજ માતાની તબિયત સ્થિર છે તથા તમામ તંદુરસ્ત છે. હાલમાં તમામ બાળકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામા આવ્યા છે.
સેલોત પરિવારમાં એકસાથે ચાર સભ્યોનું થયું આગમન:
રાજુલામાં રહેતા સેલોત પરિવારમાં એક સાથે નવા 4 સભ્યોનું આગમન થતા સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 22 વર્ષની માતાએ એક સાથે 4 તંદુરસ્ત બાળકોને જન્મ આપતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અલ્તાફભાઈ તથા રેશ્માબેન સેલોતના ઘરે પ્રથમ સંતાનની રાહ જોવાઈ રહી હતી ત્યારે કુદરતે એક બે નહીં પરંતુ એકસાથે 4 સંતાનોનું સુખ આપ્યું છે.
હાલમાં સમગ્ર રાજ્યમાં જયારે મેઘમહેર થઈ રહી છે ત્યારે મોટાભાગના જળાશયો તથા ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે. આની સાથે-સાથે જ ખુબ મોટી માત્રામાં નવા નીરનું આગમન થતા લોકોમાં તથા ખેડૂતોના મોઢા પર ખુશીની લહેર જોવા મળી રહી છે.
રાજ્યના કેટલાક ભાગોમાં એકસાથે 8 ઇંચ તો ક્યાંક 4 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી એવા દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ હવામાન વિભાગ દ્વારા પણ આગામી થોડા દિવસ અતિભારે વરસાદ વરસી શકે છે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.