સરકારે પોર્ન સાઈટ પર પ્રતિબંધ મુક્યો, પણ ભાજપ નેતાની આ હરકત તેમની અશ્લીલ વિચારધારા સૂચવે છે- જુઓ ફરતા થયેલ સ્ક્રીનશોટ

ગુજરાતમાં અનેકવાર ભાજપ નેતાઓએ વોટસએપના ગ્રૃપમાં અશ્લીલ વીડિયો મૂક્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. તેવામાં વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં ભાજપ વોર્ડ મહા-મંત્રીએ વોટસ એપ ગ્રુપમાં અભદ્ર વીડિયો શેર કર્યો તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાઈ ગયો છે. સુરતમાં ભાજપનાં એક નેતાએ ભાજપ પરિવારનાં ગ્રૃપમાં અશ્લીલ વીડિયો મૂક્યા હતા. જે બાદ ગ્રૃપમાં રહેલી મહિલાઓ શરમમાં મૂકાઈ ગઈ હતી. જે ગ્રુપમાં વીડિયો શેર થયા છે.

આ ભાજપ પરિવારનાં ગ્રૃપમાં સાંસદ અને ધારાસભ્ય પણ શામેલ છે. અને શુક્રવારે વોર્ડ નંબર 18 ભાજપ પરિવારના ગ્રુપમાં આ વીડિયો શેર થયો છે. એક તરફ ભાજપ દ્વારા બેટી બચવોના નારા લગાવ માં આવે છે. અને બીજી તરફ આવા અશ્લીલી વીડિયો શેર થતા લોકોમાં રોષનો માહોલ ફેલાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ તો થોડા દિવસો પહેલાં જ સુરત ભાજપના લીંબાયત ગ્રુપમાં એક નેતાએ ગ્રૃપમાં અશ્લીલ વીડિયો મૂક્યા હતા.

સુરતમાં વોર્ડ મહામંત્રીએ વોટ્સઅપ ગ્રુપમાં અભદ્ર વીડિયો મૂક્યા હતા. વોર્ડ નંબર 18 ભાજપ પરિવારના ગ્રુપમાં વીડિયો શેર કરવામાં આવ્યા હતા. ભાજપના કેતન માટલીવાલાએ ગ્રૃપમાં અશ્લીલ વીડિયો શેર કર્યા હતા. આ વોટ્સએપ ગ્રૃપમાં સાંસદ અને ધારાસભ્ય પણ સામેલ છે. અને ગ્રૃપમાં અનેક મહિલા કાર્યકરો પણ જોડાયેલી છે. તેવામાં આવા અભદ્ર વીડિયો શેર કરાતાં મહિલાઓ શરમમાં મૂકાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ લિંબાયત વોર્ડ નંબર 24ના કિશોર સોલંકીએ વોટ્સએપ ગ્રુપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા. જો કે આ પ્રકારે વોટ્સએપમાં અશ્લીલ વીડિયો વોટ્સએપમાં શેર કરવા એ ગુનો બને છે. અને પોલીસ દ્વારા ભાજપનાં આ નેતાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને અવારનવાર આવા કિસ્સાઓ બહાર આવવા છતાં લાગે છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને અન્ય નેતાઓ પણ આ મામલે કડક કાર્યવાહી કરી શકતા નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે, શું પોલીસ કેતન માટલીવાલા વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કરે છે કે નહીં!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *