એવા ઘણા ડોકટરો ઝડપાતા હોય છે જે કોઈ પણ જાતની ડીગ્રી કે સર્ટીફીકેટ વગર જ દવાખાનું ખોલીને બેઠા હોય છે. આવા ડોકટરો નકલી દવાનું વેચાણ કરતા હોય છે. એવામાં હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે.
અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર કોઈપણ જાતની ડીગ્રી કે સર્ટીફીકેટ ન હોવા છતાં ગેરકાયદેસર ક્લીનીક ખોલી પ્રેક્ટીસ કરતાં બોગસ ડોક્ટરો ઝડપાઈ જવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે અસ્લાલી પોલીસ મથકના ભાથ ગામેથી બોગસ ડોક્ટર સહિત મેડીકલના સાધનો ઝડપી પડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદ પોલીસ મહાનિરિક્ષક તથા જીલ્લા પોલીસવડાની સુચનાથી ગ્રામ્ય એસઓજી પીઆઈ સહિતના સ્ટાફે બાતમીના આધાર પર અસ્લાલી પોલીસ મથકના ભાથ ગામે ઢોળીઢાળમાં તુષારભાઈ મણીભાઈ પટેલ નામના વ્યક્તિનું મકાન ભાડે રાખી તેમાં ઝીલ ક્લીનીક નામના દવાખાનું ખોલ્યું હતું.
આ ડોક્ટર ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી કે સર્ટીફીકેટ વગર પ્રેક્ટીસ કરી લોકોને સારવાર અને દવાઓ આપી આરોગ્ય સાથે ચેડા કરતાં હોવાનું સામે આવ્યું છે. બોગસ ડોક્ટસ અંકિતકુમાર દિનેશભાઈ શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ક્લીનીકમાંથી અલગ-અલગ કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો મળીને કુલ 66,021 રૂપિય નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, પોલીસ મથક દ્વારા ડોક્ટર વિરુદ્ધ ગુન્હો પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં જીલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવ સહિત એસઓજી પીઆઈ ડી.એન.પટેલ, પીએસઆઈ એમ.જી.પરમાર સહિતના સ્ટાફ દ્વારા સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.