કાર પલટી ખાઈ જતા સર્જાયો ગોઝારો અકસ્માત, હવનમાં જઈ રહેલા પિતા-પુત્ર અને બહેન-ભાણીનું કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના લખતર(Lakhtar) નજીક કડુ કેનાલ(Kadu canal) પાસે અમદાવાદથી આવતા એક પરિવારને એક કાળમુખો અકસ્માત(Accident) નડ્યો છે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત…

ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના લખતર(Lakhtar) નજીક કડુ કેનાલ(Kadu canal) પાસે અમદાવાદથી આવતા એક પરિવારને એક કાળમુખો અકસ્માત(Accident) નડ્યો છે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ પરિવાર દેદાદરા(Dedadara) ગામમાં ધાર્મિક કાર્યક્રમ માટે આવી રહ્યો હતો. તે જ સમયે હ્યુન્ડાઇ વર્ના કાર પલટી ખાઈ જવાને કારણે ચાર લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ પિતા, પુત્ર અને બહેન-ભાણી તરીકે કરવામાં આવી છે અને તેમની પત્ની અને પુત્રીની હાલત ગંભીર હોવાથી તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, પરિવાર અમદાવાદ રાણીપ વિસ્તારમાંથી દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં જઈ રહ્યો હતો. એ આ દરમિયાન હાઇવે પર પુરઝડપે આવતી હુન્ડાઈ કંપનીની વર્ના કાર અચાનક પલટી ખાઇ જવાને કારણે ઘટનાસ્થળે જ ચાર લોકોના કમકમાટીભર્યા મોત નીપજતા પરિવારમાં ચકચાર મચી જવા પામી હતી. આ અકસ્માતની ઘટનાના મામલે સમગ્ર પથંકમાં માતમ છવાઈ ગયો છે.

આ અકસ્માતની ગોઝારી ઘટના અંગે મૃતક સોહમભાઇ ભટ્ટના સગા દિલીપભાઇએ જણાવતા કહ્યું છે કે, આ ગાડીમાં કુલ છ લોકો જેમાં બે બાળકો અને ચાર મોટા લોકો અમદાવાદથી ગાડી લઇને સવારે 07.30 વાગ્યની આજુબાજુ દેદાદરા માતાના મઢે હવનમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા અને તેની સાથે અન્ય બે ગાડીઓ પણ હતી. આ અકસ્માતમાં ગાડી ચલાવનારા સોહમ બલભદ્ર ભટ્ટ (37 વર્ષ) અને એના જ પુત્ર કિર્તન સોહમ ભટ્ટ (9 વર્ષ) અને બહેન રીટાબેન જીતેન્દ્રકુમાર જોશી (50 વર્ષ) અને ભાણી અંજલી જીતેન્દ્રકુમાર જોશી (22 વર્ષ)નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ અકસ્માતની ઘટનામાં મૃતક સોહમ ભટ્ટની પત્ની કૃષ્ણા સોહમ ભટ્ટ (32 વર્ષ) અને દીકરી રીવા સોહમ ભટ્ટ (6 વર્ષ)ને માથામાં અને કમરના ભાગે મણકા ભાંગી જવાને કારણે અને ગંભીર ઈજા થવાને કારણે પ્રાથમિક સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હાલત નાજૂક જણાતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, લખતરથી વિરમગામ જવાના રસ્તે રોડનું કામ ચાલતુ હોઇ ગાડી 6 ફૂટ ઊંડા ખાડામાં પલ્ટી ખાઇ જવાને કારણે આ કાળમુખો અકસ્માત બન્યો હતો.

અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકોની યાદી:
અકસ્માતમાં સોહમભાઈ બલભદ્રભાઈ ભટ્ટ (ઉંમર 37 વર્ષ) (રહે. તુલસી એપાર્ટમેન્ટ, નરોડા), કીર્તન સોહમભાઈ ભટ્ટ (ઉંમર 8 વર્ષ) (સોહમભાઈનો દીકરો), રીટાબેન ગોકુલદાસ જોષી (ઉંમર 50 વર્ષ) (રહે. વચલાબારા, ખંભાળિયા (સોહમભાઈની બહેન)), અંજલી ગોકુલદાસ જોષી (ઉંમર 22 વર્ષ) (રહે. વચલાબારા, ખંભાળિયા (રીટાબેનની દીકરી)) એમ કુલ ચાર લોકોના કરુણ મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *