ગાડીના સ્ટંટ કરી હવા મારવી, યુવકોને મોંઘી પડી ગઈ- રાજકોટમાં બે યુવકોને મળ્યું દર્દનાક મોત

રાજકોટ(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાત(Gujarat)માં ફરીવાર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને…

રાજકોટ(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાત(Gujarat)માં ફરીવાર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવે છે. ગઈકાલે મોડી રાત્રે રાજકોટ-જામનગર(Rajkot-Jamnagar) હાઈવે પર ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી. એમાં ટ્રિપલ સવારી એક્સેસ ટર્ન લેવા જતાં પડધરી સર્કલ(Paddhari Circle) પાસે ડિવાઈડર(Divider) સાથે ધડાકાભેર અથડાયું હતું. આથી એક્સેસ પર સવાર ત્રણેય યુવક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. એમાં બે યુવકના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મોડી રાત્રે રાજકોટ શહેરના જામનગર રોડ પર પડધરી પાસેના મોવિયા સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં વિશાલ અને પરેશ ઉર્ફે પિન્ટુ નામના બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ભરત નામના યુવકને ગંભીર ઈજા થઈ હતી. જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક અને તેના મિત્રો બાઇક પર સવાર થઇને બાઇક રેસ કરી રહ્યા હતા. જેમાં બાઇક સવારો ખતરનાક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. પોલીસની તપાસમાં આ ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોની ઓળખ રાજકોટના વિશાલ મનોજભાઈ જાદવ (ઉંમર 25) અને પરેશ હકાભાઈ સાકરિયા (ઉંમર 23) તરીકે થઈ છે. આ અકસ્માતમાં 16 વર્ષીય કરણ ભરતભાઈને ગંભીર ઈજા થઈ હોવાનું પણ સામે આવ્યું હતું. કરણ અને પરેશ બંને પિતરાઈ ભાઈ હતા. મૃતક વિશાલ અને પરેશના પરિવારજનોને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતમાં બાલકાવાયાના મૃત્યુની કલ્પના કરી હતી.

મૃતકોની ઓળખ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસેના આરએમસી ક્વાર્ટરમાં રહેતા પરેશ હકાભાઈ સાકરિયા તરીકે થઈ છે અને કરણને ઈજા થઈ છે. મૃતક પરેશ કારખાનામાં કામ કરતા બે ભાઈમાં નાનો હતો. તેમના મૃત્યુથી દોઢ વર્ષની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરેશના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા અને પોલીસ તપાસમાં તેના પિતા ડ્રાઇવિંગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

આ યુવાનો બાઇક રેસથી હાઇવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. બાઇક સવારો વધુ ઝડપે કાર સહિતના મોટા વાહનોને ઓવરટેક કરતા જોવા મળ્યા હતા. આ રેસ દરમિયાન અન્ય બાઇક સવારો પણ તેમની કાર રીતસર સાઈડમાં ઉભી રાખીને તેમને આગળ જવા દીધા હતા. હાઈવે પર પુલનું કામ ચાલુ હોવા છતાં ડાઇવર્ઝન કાઢેલા રોડ પર જોખમી રીતે ટર્ન મારી યુવાનો આગળ વધી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *