સુરત: ડાઈગ મિલના બોઈલરમાં અચાનક ભભૂકી ઉઠી વિકરાળ આગ, ઉડ્યા ધુમાડાના ગોટેગોટા- જુઓ LIVE વિડીયો

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat) ઉધના(Udhana) વિસ્તારમાંથી આગની ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, ડાઈગ મિલ(Dyeing Mill)ના બોઇલર(Boiler)માં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

આગ લાગતા વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક 4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોચી હતી અને ફાયબ્રિગેડના જવાનો દ્વારા પાણીનો માંરો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. આ ઉપરાંત, હજી સુધી આગ લાગવાનું કોઈ કારણ પણ સામે આવ્યું નથી. પરંતુ, આગની આ ઘટનામાં લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *