સુરતની યુવતી અમેરિકામાં બની પાયલોટ: માત્ર 21 વર્ષની ઉંમરમાં જ યુવતી પાયલોટ બની નાનપણનું સપનું કર્યું પુરૂં

Published on Trishul News at 4:06 PM, Tue, 30 January 2024

Last modified on January 30th, 2024 at 4:06 PM

Surat Girl Become Poilot In America: સુરતની તેમજ રાણા સમાજની એક યુવતી અમેરિકાની ધરતી ઉપર ટ્રેનિંગ લઇ પાયલોટ બની છે. આ સમાચાર મળતાની સાથે જ સુરતના રાણા સમાજ સાથે પરિવારમાં ખુશીમાં માહોલ જોવા મળી રહ્યો છે.તેમજ આ યુવતીનું સુરતમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. માત્ર 21 વર્ષની દિપાલી રાણા નામની આ યુવતીને પાયલોટ(Surat Girl Become Poilot In America) બનેલી જોઈને સમાજના યુવક અને યુવતી પણ આ પ્રકારે સમાજનું નામ રોશન કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે.

21 વર્ષની ઉંમરે પાઇલોટ બની મેળવી નામના
નારીશક્તિ, મહિલા સશક્તીકરણની ચોમેર વાતો થઈ રહી છે. મહિલાઓને પુરુષ સમોવડી ગણી સમાજમાં સમાન દરજ્જો આપવાની ગુલબાંગો પોકારાઈ રહી છે. જોકે, વાસ્તવિક સ્થિત કંઇક ઓર છે. હજુ પણ ઠેકઠેકાણે મહિલાઓનું શોષણ થવા સાથે ઓરમાયું વર્તન પણ કરાઈ રહ્યું છે. આ કડવી વાસ્તવિકતા વચ્ચે મૂળ સુરતી યુવતીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી નામના મેળવી છે.તળ સુરતના બેગમપુરાના મુંબઇવડના વતની સંજય દાળિયાની ૨૨ વર્ષીય દીકરી દિપાલીએ યુએસએના કેલિફોર્નિયામાં શિફ્ટ થઈ પ્રોફેશનલ પાઈ લટ બનવાનું લાઈસન્સ મેળવ્યું છે. દિપાલીએ ધો. ૧૦ સુધીનો અભ્યાસ અઠવાગેટની વનિતાવિશ્રામ સ્કૂલમાં કર્યો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૧૭માં માતા-પિતા અને ભાઈ સાથે તે યુએસએ શિફ્ટ થઈ હતી. માતા-પિતા અને ભાઈ ન્યૂ જર્સીમાં રહેતા હતા તો દિપાલી પાઈલટ બનવાના અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઇ હતી.

સમાજને આપ્યું શ્રેષ્ઠ ઉદાહરણ
આ સમાજના યુવક અને યુવતી ઓછો અભ્યાસ કરતા હોય છે. ત્યારે આ યુપીએ તનતોડ મહેનત કરી પાયલોટ બનીને પરિવાર સાથે સમાજનું નામ રોશન કર્યું છે. દિપાલી નાની આયુથી સમાજના યુવકો માટે હાલ પ્રેરણા બની છે.જેના કારણે પરિવારમાં તો ખુશીનો માહોલ છે આ સાથે સાથે સમાજમાં પણ કારણ કે, આ સમાજની દીકરી પાયલોટ બનતા સમાજમાં લોકો તેની પ્રસંશા કરી રહ્યા છે. આ સાથે મેળવેલી સિદ્ધિને ધ્યાનમાં રાખી આ સમાજના યુવક યુવતીઓ પણ તેની જેમ પાયલોટ અથવા અન્ય કોઈ સારું કામ કરીને સમાજ સાથે પરિવારનું નામ રોશન કરવા માંગી રહ્યા છે.

દિપાલીએ પોતાના મંતવ્ય રજુ કર્યા
દિપાલી દાળિયાએ પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે મને બાળપણથી જ પાઈલટ બનવાનું સપનું જોયું હતું હું જ્યારે પહેલીવાર ફ્લાઈટમાં બેસી ત્યારે જ મેં વિચારી લીધું હતું કે એક દિવસ હું ફ્લાઇટ ઉડાવીશ માતા પિતાના સપોર્ટથી આજે મારું આ પાઇલટ બનવાનું સપનું સહકાર થયું છે પ્રોફેશનલ પાઇલટ બન્યા પછી પહેલી વખત મમ્મી-પપ્પા અને ભાઈને ફ્લાઈટમાં મુસાફરી કરવાની ક્ષણ મારા જિંદગીની અત્યાર સુધીની સૌથી મોટી યાદગાર ક્ષણ હું માનું છું અને આખરે મારા માતા-પિતાના સપોર્ટ બાદ મેં મારું પાઇલટ બનવાનું સપનું સહકાર કર્યું છે.

દીકરીને ફ્લાઇટ ચલાવતી જોઈ આંખ ખુશીથી છલકાઈ
સંજય દાળિયા (દિપાલીના પિતા) એ જણાવ્યું હતું કે, દીકરીએ મેળવેલી આ સિદ્ધિથી અમે ગર્વ અનુભવીએ છીએ. દીકરીએ પાઇલટ બની પરિવારનું જ નહિ સમાજનું પણ નામ રોશન કર્યુ છે. પાઇલટ દિપાલી સાથે અમે પહેલીવાર કેલિફોર્નિયાથી લાસવેગાસ પ્લેનમાં જવા નીકળ્યાં હતાં, ત્યારે તેને પ્લેન સ્ટાર્ટ કર્યુ તો અમે ગભરાઇ ગયા હતા. જોકે, પછી દીકરીએ જે કોન્ફિડન્સથી ફલાઇટ ચલાવી તે જોઇ અમારી આંખ ખુશીથી છલકાઇ ઊઠી હતી.