સુરત(ગુજરાત): ગુજરાત(Gujarat) રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ગામડે ગામડે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સુરત(Surat) જિલ્લાની LCB ટીમ દ્વારા બાતમીના આધારે કામરેજ(Kamaraj)ના વેલંજા(Velanja) વિસ્તારના એક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા ગોડાઉનને ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ગોડાઉન(Godown)માંથી વિદેશી દારૂની 7,500 બોટલ, એક ફોર વ્હીલર કાર અને 16.51 લાખની કિંમતનો મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પોલીસ(Police) દ્વારા ગોડાઉનમાંથી એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં વિદેશી દારૂ, દેશી દારૂ અને જુગારની ક્લબ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સુરત ગ્રામ્યમાં કામરેજ પાસેના વેલંજાના ગ્રેશીવિલામાં ભાડાના મકાનમાં રહેતા ઘનશ્યામભાઈ પન્નાલાલ મેવાડા દ્વારા તુલસીરામ રામચંદ્ર મેવાલા સાથે મળીને વિદેશી દારૂનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. ઘનશ્યામ પન્નાલાલ મેવાડા કોસંબામાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેના ભાગીદાર તુલસીરામ મેવાડાની મદદથી અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૂ મંગાવી સુરતની આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો. આ અંગે એલસીબી પીઆઈ કલ્પેશ ધડુકે રાજસ્થાનના બંને યુવકોની પૂછપરછ કરી હતી.
ઘનશ્યામ મેવાડાને એલસીબીએ છાપો મારતા પોલીસ દ્વારા વિદેશી દારૂની 7500 બોટલ, ફોર વ્હીલર કાર, 1651800ની કિંમતનો મોબાઈલ ફોન સાથે પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે તુલસીરામ મેવાડાને વોન્ટેડ જાહેર કર્યો હતો. સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂ ભરેલું એક ગોડાઉન હતું જેના કારણે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.