હાલમાં પોલીસકર્મી(policeman) પર હુમલાની એક ચકચારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, અમદાવાદ (Ahmedabad)ના વટવા GIDC પોલીસ મથકમાં પોલીસકર્મી પર જ હુમલો કરીને એક શખસ ફરાર થઈ ગયો છે. હુમલાને પગલે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી તેમને પ્રથમ સિવિલ(Civil Hospital) અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી નોંધવામાં આવ્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મોબાઈલ ચાર્જિંગ મુદ્દે બે ભાઈ વચ્ચે ઝઘડો:
મળતી માહિતી અનુસાર, બીરબલ પલાશ અને તેનો ભાઈ જીજ્ઞેશ પલાશ તેમના પરિવાર સાથે GIDC વિસ્તારમાં રહેતા હતા. તેઓ કડિયા કામની છૂટક મજૂરી કરતા હતા. આ દરમિયાન ગઇકાલે રાતના સમયે મોબાઈલ ચાર્જિંગની વાતને લઇને બંને ભાઈઓ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં બીરબલે પોલીસને ફોન કર્યો હતો. જેને પગલે પોલીસ તાત્કાલી પણે ઘટના સ્થળે પહોચી હતી. તેમજ પોલીસ બીરબલ અને તેના ભાઈ જીજ્ઞેશને પોલીસ મથક લઈ આવી હતી.
બૂટલેગર વિરૂદ્ધ ભાઈ ફરિયાદ લખાવતો હતો:
ઝગડો થવાને કારણે બીરબલે તેના ભાઈ વિરૂદ્ધ અરજી લખાવી હતી. જેને પગલે પોલીસે જીજ્ઞેશને અંદર બેસાડ્યો હતો. અરજી લખ્યા બાદ એક પોલીસકર્મી તે અરજીને પીએસઓ પાસે આપવા ગયા હતા, જે દરમિયાન બીરબલ અને પોલીસકર્મી પોપટભાઈ વચ્ચે કંઈક વાતચીત થઈ હતી, જેમાં ઉશ્કેરાઇ જતા પોલીસકર્મી પોપટભાઈને બીરબલે બોથડ પદાર્થના ઘા માર્યા હતા. જેને પગલે પોપટભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસકર્મી પર બૂટલેગરે હુમલો કર્યો:
જાણવા મળ્યું છે કે, પોલીસકર્મી પોપટભાઈ પર હુમલો કરનાર બીરબલ વટવા GIDC વિસ્તારમાં બૂટલેગર છે. વટવા GIDC પોલીસ મથકમાં બીરબલ વિરૂદ્ધ અનેક પ્રોહિબિશનનાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. બીરબલ અને તેના ભાઈ જીજ્ઞેશનાં ઝગડામાં પોલીસ કાર્યવાહી કરી રહી હતી, ત્યારે જ પોલીસ મથકના ઇનવે રૂમમાં પોલીસકર્મી પોપટભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોપટભાઇ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ હાલ પોલીસ દ્વારા હુમલાખોર બીરબલની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.