ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો: ઝઘડો કરી ભાગેલા યુવકે 6 લોકો પર ચઢાવી દીધી કાર- જુઓ વિડીયો

લખનઉ(Lucknow) ગોસાઈગંજ(Gosaiganj)ના કબીરપુર(Kabirpur) ગામના એક ગેસ્ટ હાઉસમાં બુધવારે રાત્રે આયોજિત તિલક સમારોહ(Tilak ceremony)માં પહોંચેલા કેટલાક લોકોએ નશામાં ધૂત સામે વાળા પક્ષને ગાળો આપીને વાતાવરણ બગાડ્યું હતું. જેના કારણે ગુસ્સે ભરાયેલા લોકોએ તેનો પીછો કરીને તેને બહાર કાઢ્યા હતા. આ પછી, એક વ્યક્તિ ગેટ પર ઉભેલા કેટલાક લોકોને કાર વડે કચડીને ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનામાં એકનું મોત થયું હતું અને 6 જેટલા લોકો ઘાયલ થયા હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ મૃતદેહને રસ્તા પર જ રાખીને સુલતાનપુર રોડ જામ કરી વિરોધ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો(Viral video) પણ સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઈન્સ્પેક્ટર શૈલેન્દ્ર ગિરીના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે કબીરપુર ગામ પાસે સ્વયંબર લૉનમાં રહેતા જગેશ્વર પ્રસાદના પુત્ર મહેન્દ્ર પ્રતાપનો તિલકોત્સવ હતો. મોડી રાત્રે નશામાં ધૂત કુલ્લીખેડાના રહેવાસી આશિષ રાવતે કબીરપુરના રહેવાસી આશિષ યાદવને જોઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા. બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી, તિલક સમારંભનું વાતાવરણ બગડે નહીં તે માટે જેથી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા.

જેનાથી ગુસ્સે થઈને આશિષ રાવતે લોનના ગેટ પાસે ઉભેલા લોકોને પોતાની કારથી કચડી નાખ્યા અને ગેટ પર ઉભેલા સૂરજ યાદવ (26), હૌસલા પ્રસાદ યાદવ, ઉધમ સિંહ, સતીશ યાદવ, રામકુમાર, રાજ વીર (ભોલે), અભય યાદવ (લલ્લા), આશિષ યાદવ (ભુરા), મનીષ યાદવ, સ્વપ્નિલ (રાધે) વગેરે ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે વિસ્તારની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુરજનું સારવાર દરમિયાન મેદાન્તામાં મોત થયું હતું. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. ઈન્સ્પેક્ટર ગોસાઈંગંજના જણાવ્યા અનુસાર, આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ખુશી માતમમાં બદલાઈ:
લોકો ડીજેની ધૂન પર નાચી રહ્યા હતા ત્યારે એકાએક અપશબ્દોના કારણે વાતાવરણ બગડી ગયું હતું. ત્યારે ખુશી માતમમાં બદલાઈ ગઈ હતી, કારની અડફેટે આવતા અનેક લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ડીજેની ધૂનને બદલે મરણ ચીસો સંભળાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *