સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે. તેમ છતાં, અવાર-નવાર રાજ્યના ઘણા બધા શહેરોમાંથી દારૂ મળી આવતો હોય છે. હાલમાં કોરોના માં બુટલેગરોના દારૂના ધંધા બંધ થઈ ગયા હોવાથી બુટલેગરો દારૂનો ધંધો કરવા અનેક નવાનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે. આવા જ એક ચાલાક બુટલેગરએ પોલીસની નજરથી બચવા દારૂનો મુદ્દામાલ પોતાના ઘરમાં જમીનમાં તથા સ્ટીલના નળામાં છુપાવેલ તથા જમીનમાં દાટેલા એક માટલામાંથી દારૂ પકડાઈ જતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, નર્મદ પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન અને કડક સૂચના મળતા દેડીયાપાડા પીએસઆઇ એ.આર. ડામોર તેમજ ટીમ પેટ્રોલિંગમાં હતા.ત્યારે પીએસઆઈ ડામોરને ખાનગી રાહે મળેલ બાતમી આધારે મુકેશ સોમાભાઈ વસાવા ના ટેકરા ફળીયા વિસ્તારમાં આવેલ તેના ઘરમાં ગેરકાયદેસર ઇગ્લીશ દારૂનું વેચાણ કરે છે.
પોલીસે રેડ કરતા ઘરની અભેરાઇ ઉપરથી એક સ્ટીલના નળામાંથી દેશી દારૂ સૌફ 90 મીલીના પ્લાસ્ટીકના ક્વાટરીયા 30 નંગ 300 રૂપિયા ભાવ તથા વાડામાં ઘરની દિવાલ નજીક જમીનમાં દાટેલા એક માટલામાંથી વ્હીસ્કીના કાચના ક્વાટરીયા 6 નંગ 600 રૂપિયા ભાવ તથા ઘરની અડાળીના ખુણાના ભાગે માટીમાંથી બીયર ટીન 12 નંગ 1200 રૂપિયા ભાવ તથા વ્હીસ્કીનો કાચનો હોલ 1 નંગ 300 રૂપિયા ભાવ મળી કુલ 3000 રૂપિયા કિમ નો પ્રોહી.મુદામાલ પકડી આરોપી મુકેશ સોમભાઇ વસાવા વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
દેડીયાપાડાના સામરપાડા ગામે ઈંગ્લીશ દારૂની હેરાફેરીને એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડી છે. જિલ્લા પોલીસવડા હિંમકર સિંહએ તેમના માર્ગદર્શન અને સૂચના અનુસાર એલસીબી પી.આઈ એ.એમ.પટેલ તથા સ્ટાફના માણસો કોન્સ્ટેબલ મણિલાલ અને રાકેશભાઈ એ નાકાબંધી કરતા સામરપાડા ગામે થી સામેથી આવતી બાઈકને પકડી પાડી તેની તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયર સહિત કુલ 28,200 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પડાયો હતો.આ ગુનામાં સંડોવાયેલ આરોપી અમિતભાઈ દિલીપભાઈ વસાવાને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle