2020 rape complaint against Pragnesh Patel of Ahmedabad: અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો છે. શહેરના ઇસ્કોન બ્રિજ પર 160ની સ્પીડે આવેલી કાળમુખી જેગુઆર કાર એક સાથે 9 લોકોને ભરખી ગઈ છે. આ ભયાનક અકસ્માતને પગલે આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું છે. એકસાથે 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો હોવાનું સામે આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે પહોંચીને પોલીસ સાથે પણ દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે જ લઇ ગયો હતો. તમને જાણવી દઈએ કે, પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. નવેમ્બર 2020માં તેની સામે એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.
નવેમ્બર 2020માં શું બની હતી ઘટના?
રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોધવામાં આવી હતી. આ તમામ યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા. જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર તેની પર દુષ્કર્મ આચરવામાં આવતું હતું.
યુવતીને નોકરી અપાવવાનો આપ્યો હતો વાયદો
અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, લોકડાઉનમાં નોકરી હાથ ધોઈ બેઠેલી રાજકોટની 23 વર્ષીય યુવતી કામની શોધખોળ કરી રહી હતી. ત્યારે તેનો સંપર્ક સોશિયલ મીડિયામાં અમદાવાદના માલદેવ ભરવાડ સાથે થયો હતો. તેણે યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનો વાયદો પણ કર્યો હતો.
રેડિસન બ્લુ હોટલમાં આચર્યું હતું દુષ્કર્મ
જે પછી તેને મિટિંગનું કહીને અમદાવાદની રેડિસન બ્લુ હોટલમાં બોલાવી હતી. અહીં પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા અને જીતેન્દ્ર ગોસ્વામી પણ ત્યાં હાજર હતા. હોટલના રૂમમાં કોલ્ડ્રીંકસમાં કેફી પદાર્થ આપીને યુવતીને બેભાન કરીને તેની સાથે વારા ફરતી વારા ત્રણેયે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટો-વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરતા હતા. જૈમિન પટેલ અને નીલમ પટેલ નામના યુવકોએ પણ દુષ્કર્મ આચર્યું હતું.
5 નરાધમોએ આચર્યું હતું સામૂહિક દુષ્કર્મ
જે પછી 5 નરાધમોએ યુવતીને બ્લેકમેઇલ કરીને અમદાવાદ, આબુ, માંડવી, તેમજ ગાંધીધામ સહિત લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પીડિતાએ હિંમત કરીને અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી તપાસ
ભોગ બનનાર યુવતીએ પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે તમામને ઝડપી લીધા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube