ઘણીવાર માતા-પિતા પોતાના બાળકોના હાથમાં કઈપણ વિચાર્યા વિના મોબાઈલ આપી દેતાં હોય છે. ઘણીવાર તો અભ્યાસ કરવાની ઉંમરમાં મોબાઈલ ન જોવાંનું જોઈ લેતાં હોય છે ત્યારે હાલમાં વાલીઓ માટે ચેતવણીજનક ઘટના સામે આવી છે. આ ઘટના રાજ્યમાં આવેલ રાજકોટમાંથી સામે આવી છે.
ફરી એકવાર મોબાઇલની બેટરી ફાટવાની ઘટના સામે આવી છે. વાંકાનેર તાલુકામાં આવેલ વિનયગઢ ગામમાં મોબાઇલની બેટરીમાં બ્લાસ્ટ થયો છે. મોબાઇલમાં રમતી વખતે અચાનક બેટરી ફાટી જતા સપના ઠાકોર તથા વિજય ઠાકોર નામના સગા ભાઇ-બેન દાઝ્યા હતા. જેથી બંનેને તુરંત જ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા.
વિજયને આગળની સારવાર માટે અમદાવાદ ખસેડાયો :
રાજકોટની સિવિલ હોસ્પિટલના બન્સ વિભાગમાં બંનેને સારવાર આપવામાં આવી રહી છે. બેટરી ફાટી જતા વિજય ઠાકોર નામનો બાળક આંખ પાસે ગંભીર રીતે દાઝ્યો હોવાને લીધે તેને આગળની સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. જ્યારે બહેનને રાજકોટની સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.
થોડા સમય અગાઉ ખિસ્સામાં ફોન ફાટતા યુવકનું મોત થયું હતું :
થોડા સમય અગાઉ પણ મોરબીમાં એક યુવક બાઇક પર જઇ રહ્યો હતો. આ દરમિયાન યુવકનાં ખિસ્સામાં મોબાઇલ ફોન હતો. કોઇપણ કારણસર આ મોબાઇલ ફોન ધડાકા સાથે ફાટી જતાં યુવકના પગનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા ચાલુ વાહન પરથી નીચે પટકાઈ ગયો હતો. ચાલુ વાહને નીચે પટકાવાને લીધે યુવકનું મોત થયું હતું. આ ઘટના મોરબી-વાંકાનેર હાઇવે પર બંધુનગર પાસે બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.