અમદાવાદ GCS હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાની લાશ મળતા મચ્યો હાહાકાર- ગુપ્ત ભાગમાં હતું…

અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મેમ્કોમાં રહેતી અને જીસીએસ હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાની તેના જ ઘરમાં માથામાં બોથડ પદાર્થના…

અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મેમ્કોમાં રહેતી અને જીસીએસ હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાની તેના જ ઘરમાં માથામાં બોથડ પદાર્થના ફટકા મારી, ગુપ્તાંગ અને સાથળ પર કોઇ જ્વલનશીલ પ્રવાહી છાંટીને હત્યા કરી છે. જાણવા મળ્યું છે કે, પતિ સાથે છૂટાછેડા લઈને ભાડાના મકાનમાં રહેતી આ મહિલાને ભૂરા નામના પુરુષ સાથે અનૈતિક સંબંધ હતા.

અનૈતિક સંબંધમાં મહિલાની હત્યા થઇ હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. મેમ્કો આંબેડકર નગરમાં રહેતા યશવંત લાલજીભાઈ સોલંકી પાન-મસાલાનો ગલ્લો ચલાવે છે. યશવંતભાઈના લગ્ન 20 વર્ષ પહેલાં હસુમતીબેન સાથે થયા હતાં અને તેમને બે સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જોકે, પતિ-પત્ની વચ્ચે મનદુ:ખ થતાં હસુમતીબેન 6 વર્ષથી પતિથી અલગ રહેવા જતા રહ્યા હતા.

જાણવા મળ્યું છે કે, હસુમતીબેન જીસીએસ હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે નોકરી કરતાં હતાં. 31 ઓગસ્ટે રાતે હસમુતીબેનના ઘરમાંથી અત્યંત દુર્ગંધ આવતી હોવાથી મકાન માલિક કનૈયાલાલ શર્માએ યશવંતભાઈના પરિવારને જાણ કરતાં તેમણે આવીને જોયું તો લોખંડના પલંગ પર હસુમતીબેનનો મૃતદેહ પડ્યો હતો.

શહેરકોટડા પોલીસ દ્વારા આવીને તપાસ કરતાં હસુમતીબેનને માથામાં બોથડ પદાર્થના ફટકા મારી, ગુપ્તાંગ અને સાથળ પર જ્વલનશીલ પ્રવાહી છાંટવામાં આવ્યું હતું. જેના કારણે તેમને ફોડલા પડી ગયા હતા. આ અંગે યશવંતભાઈની ફરિયાદના આધારે શહેરકોટડા પોલીસ દ્વારા ખૂનનો ગુનો નોંધી હસુમતીબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. યશવંતભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પત્ની હસુમતીબેનને ભૂરો ઉર્ફે મૌગલી લેઉવા નામની વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હતા.

હસુમતીબેનની હત્યા કરનાર વિશે હાલ કોઇ ચોકકસ કડી મળી નથી. જેથી પાડોશીઓ, પરિવારના સભ્યો, હોસ્પિટલ સ્ટાફનું નિવેદન લેવાનું શરુ કર્યું છે. પરંતુ યશવંતભાઈએ ફરિયાદમાં હસુમતીબેનના અનૈતિક સંબંધ હોવાની શંકા વ્યકત કરતાં તે દિશામાં તપાસ શરુ કરી છે.

મહિલાના રૂમમાંથી અત્યંત દુર્ગંધ આવતી હતી. જેને કારણે મકાનમાલિકે તેમના સ્વજનને જાણ કરી હતી. આ દરમિયાન, લોકોએ રૂમનો દરવાજો ખોલતાં પલંગ પર મહિલાની લાશ પડી હતી. લોકોએ જોતાં મહિલાના માથામાં ઇજા હતી અને લોહી નીકળી રહ્યું હતું. જ્યારે તેના ગુપ્ત ભાગમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને પ્રાઇવેટ પાર્ટ બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહીં, મહિલાને અન્ય ગુપ્તાંગમાં પણ જ્વલનશીલ પ્રવાહી છાંટવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *