આમ આદમી પાર્ટીની સૌથી નાની ઉંમરની યુવા કોર્પોરેટર પાયલ પટેલની મહેનત રંગ લાવી છે. પાયલ સાકરિયા ના જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ખાડી માં ખુબજ ગંદકી જમા થઈ ગઈ છે સાથે ખાડીમાં ઝાડી ઝાંખરાઓ પણ વધી ગયા છે અને તેમની ખાડી કિનારાની સોસાયટીઓ એ વારંવાર રજૂઆતો કરી છતાં SMC દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. ત્યાર બાદ સંકલન મીટીંગ માં પણ પાયલ સાકરિયા અને પાર્ટીના લોકોએ રજુઆત કરી છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહોતી આવી.
સાથે સુરતના મેયર શ્રીમતી હેમાલી બેન બોઘાવાલા અને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી બચ્છાંનિધિ પાની ને આવેદન પણ આપ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિભાગ-એ અને વિભાગ-બી માં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી ગાડી ની આજુબાજુ ની વિવિધ સોસાયટીઓ નાં રહેવાસીઓને ખાડી ની દુર્ગંધ તથા તેમાં રહેતી ગંદકીના કારણે ઉદભવતી મચ્છરોના ઉપદ્રવ તથા ખરાબ વાસ ના કારણે વિવિધ આરોગ્યલક્ષી તકલીફોનો સામનો કરવો પડે છે.
જેના કારણે આ સમસ્યાના કારણે ઉપરોક્ત સોસાયટીના રહીશોના આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. જેથી આ વિસ્તારના રહીશો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે તથા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ૩૬ કલાકની અંદર દસથી વધુ ટીમ ઉતારી ખાડીની ડ્રેજીંગ ની કામગીરી કરવી અત્યંત જરૂરી છે. જેથી આ વિસ્તારમાં ખાડીના ગંદા પાણીના ભરાવાને કારણે રહીશોને આરોગ્ય સહિત જાનમાલનું નુકસાન ન થાય.
SMC અને સત્તાધીશો ને વારંવાર રજુઆત કરવા છતાં ખાડી ની સફાઈ કરવામાં ના આવતા આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિત તમામ નગરસેવકો અને કાર્યકરો દ્વારા ખાડી ની સાફ સફાઈ ની કામગીરી જાતે જ ચાલુ કરી દેવામાં આવી હતી. આપના નગરસેવકો અને કાર્યકરો દ્વારા ઝાડી ઝાંખરાને હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી.
તમામ પ્રકારની રજૂઆત કરવા છતાં પણ મહાનગર પાલિકાના કર્મચારીઓ અને સતાધીશો ખાડી સફાઈ મુદ્દે કઈ નિણર્ય લીધો નહોતો. ત્યારે હવે ખાડી સફાઈ અભિયાન બાદ ગઈકાલે અધિકારીઓ દ્વારા સત્યનારાયણ સોસાયટી,લક્ષ્મીપાર્ક અને ભૂમિપાર્ક પાસેથી પસાર થતી ખાડી ની સફાઈ ની કામગીરી હાથ ધરાવવા માં આવી. જયારે આજ રોજ પુણા પશ્વિમ વિસ્તારમાં માતૃશક્તિ સોસાયટી પાસે પસાર થતી ખાડીમાં સુરત મહાનગર પાલિકા દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી. અધિકારીઓએ રૂબરૂ આવીને સફાઈ કામગીરીની સમીક્ષા કરી હતી. પાયલ પટેલે કહ્યું છે કે, વહેલી તકે આખા વિસ્તારની ખાડીની સાફ સફાઈ થઇ શકે તેમના માટે બનતા તમામ પ્રયાસો કરશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.