ગુજરાત(GUJARAT): PM મોદી એ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી કામગીરી ને મજાક ઉડાવતા કહ્યું કે, દેશમાં કેટલાક લોકો જનતાને મફતની સેવાના નામે રેવડિયો વેચી રહ્યા છે. વડાપ્રધાનના આ નિવેદનનો આમદની પાર્ટી સખત વિરોધ કરે છે. આજે દેશમાં આમ આદમી પાર્ટી એક માત્ર પાર્ટી છે જેણે પ્રજાને મફતમાં સુવિધા આપવાની સાથે સાથે દિલ્લી રાજ્યને દેવા મુક્ત કર્યું છે. પ્રજાને જે સુવિધા આપવામાં આવે છે તે તેમના જ ટેક્સના પૈસાથી આપવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટી ના પ્રજાલક્ષી કામો ને ન સમજી શકનાર વડાપ્રધાન ની નિવેદન નો વિરોધ કરવા માટે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા સહિત તમામ જીલ્લોમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા શાંતિપૂર્વક રીતે પ્રદર્શન કરવામાં આવ્યું. પરંતુ કેટલીક જગ્યાએ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ની ભાજપ સરકારના ઇશારે ધરપકડ કરવામાં આવી. આમ આદમી પાર્ટીના શાંતિ પ્રિય કાર્યકર્તાઓ લોકશાહી ઢબે પ્રદર્શન કરવાનો અધિકાર ધરાવે છે પરંતુ ગુજરાતની તાનાશાહી ભાજપ સરકાર તે અધિકાર પર પણ તરાપ મારી રહી છે.
આપએ વધુમાં જણાવતા કહ્યું કે, આજે નરેન્દ્ર મોદીએ દિલ્હી સરકારની આર્થિક નીતિઓના વખાણ કરવા જોઈએ કારણ કે, અરવિંદ કેજરીવાલએ દિલ્હીના લોકોના ભલા માટે વિશ્વસ્તરીય સુવિધાઓ લાગુ કરી છે અને દિલ્હીને દેવા મુક્ત બનાવ્યું છે. આજે દિલ્હી સમગ્ર દેશ માટે એક મોડેલ સ્ટેશન બની ગયું છે. કોઈ પણ દેવા વગર દિલ્હીનું બજેટ સતત વધી રહ્યું છે.
શરમજનક વાત છે કે, ભાજપ સરકાર દ્વારા શાસિત તમામ રાજ્યો સતત દેવા હેઠળ દબાઈ રહ્યા છે, તેમ છતાં નરેન્દ્ર મોદીજી તેમની સરકારો ને સારી આર્થિક નીતિ બનાવવામાં મદદ નથી કરી રહ્યા, પરંતુ જે રાજ્યો દેવા મુક્ત છે, જનતાને મફત સુવિધાઓ આપવામાં આવે છે, તેમની નરેન્દ્ર મોદીજી ટીકા કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે, દેવામાં ડૂબેલા રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ દિલ્હી સરકારના આર્થિક મોડલ પર ધ્યાન આપીને સારી બાબતો શીખે અને તેમના રાજ્યોમાં પણ દિલ્હી જેવી આર્થિક નીતિઓ લાગુ કરે.
આજે વડાપ્રધાનના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, આમ આદમી પાર્ટીની પરિવર્તન ની રાજનીતિ ને કારણે સમગ્ર ભાજપમાં ભયનો માહોલ ફેલાયો છે. ગયા રવિવારે એક વરસાદમાં આખા ગુજરાતની સ્થિતિ ખરાબ થી ખરાબ થઈ ગઈ અને આખી દુનિયાએ ગુજરાત સરકારના 27 વર્ષના શાસનનો પર્દાફાશ થતો જોયો. ગુજરાતની જનતાએ હવે વધુ સારા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે અને આનાથી વડાપ્રધાન નારાજ થયા છે, તે તેમના શબ્દો પરથી સ્પષ્ટ દેખાય છે.
આમ આદમી પાર્ટી ની ફક્ત એટલી જ અપીલ છે કે, જનતા ને આપવામાં આવેલી સુખ સુવિધાઓ ને જો કોઈ બીજી પાર્ટી સહોયોગ ના આપી શકે કે, આમ આદમી પાર્ટીની જનસેવા ની નીતિઓ ના શીખી શકે તો તેની ટીકા પણ કરવી નહિ. આ લોકતાંત્રિક દેશ છે અમે કોઈપણ કિંમતે અપમાન સહન કરશું નહિ અને જરૂર જણાતા તેનો લોકતાંત્રિક રીતે વિરોધ પણ કરશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.