હાલમાં જ ગુજરાત પર તાઉતે વાવાઝોડા રૂપે એક મોટું સંકટ આવ્યું હતું. આ તાઉતે વાવાઝોડાને કારણે ગુજરાતના ઘણા ખરા ગામડાઓ ખુબ જ નુકસાન થયું છે. ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું ખુબ નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને ભારે અસર થઈ છે. જ્યારે સૌથી વધુ કેરી અને નાળિયેરના પાકને પણ નુકસાન થયું છે. કેટલાક લોકોના કાચા મકાનો અને ઝુપડા પણ ઉડી ગયા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 69,429 વીજ થાંભલા તૂટી ગયા છે જેને કારણે વિજ પુરવઠો ઠપ થઇ ચુક્યો છે. ત્યારે આ વીજ પુરવઠાને યુધ્ધના ધોરણે વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃસ્થાપિત થાય એટલા માટે ૪૦૦ જેટલા વીજ કર્મીઓ સૌરાષ્ટ્ર બાજુ રવાના થઈ ચુક્યા છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના (PGVCL) અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો હંગામી ધોરણે પુનઃસ્થાપિત થઇ શકે એ માટે હજીરાથી રો રો ફેરી દ્વારા ખાસ ટીમો ઘોઘા-ભાવનગર માટે રવાના થઇ ચુકી છે.
હાલમાં જ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને કારણે રાજ્યના કેટલાય વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના (DGVCL) વિસ્તારમાં પણ વીજ પુરવઠો ઠપ થયો હતો. જેને લીધે વીજ કર્મીઓએ રાત દિવસ એક કરીને હંગામી ધોરણે વીજ પુરવઠો સફળતાપૂર્વક પુન:શરુ કરી રહ્યા છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના (PGVCL) અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે પુન:શરુ થઇ શકે તે માટે હજીરાથી રો-રો ફેરી દ્વારા ૪૦૦ જેટલા વીજ કર્મીઓનો સમાવેશ કરતી આ ખાસ ૩૦ ટીમો જરૂરી સાધન સરંજામ સાથે ૪૦ વાહનો અને પોલ ઇરેક્શન મશીનથી સજ્જ થઈને ઘોઘા- ભાવનગર ખાતે રવાના થઇ ચુકી છે. આ ખાસ ટીમોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની(DGVCL) ના ઇજનેરો અને લાઇન સ્ટાફના કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
બીજા અન્ય ૩૦૦ કરતા પણ વધુ વીજ કર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના કાર્યમાં શામેલ થશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની(DGVCL)ની યુદ્ધના ધોરણે કરવામાં આવેલ સહાય વાવાઝોડાથી અસરગ્રસ્ત પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના (PGVCL) વિસ્તારોમાં જરૂરી માનવબળ અને સાધન સરંજામને કારણે વીજ પુરવઠો જલ્દીથી પુન:શરુ કરવા સહાયરૂપ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.