જાણો બોટાદમાં જમીન રીસર્વે કરી આપવા કયા અધિકારીએ માંગ્યા 2 લાખ રૂપિયા

ACB caught Sanjaybhai Rawaliya taking bribe in Botad: રાજ્યમાં અવારનવાર અધિકારીઓ દ્વારા લાંચ લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. એક જાગૃત નાગરિક દ્વારા સંજયભાઇ સવદાશભાઇ રાવલીયા વિરુધ લાંચ માંગી હોવાની ફરિયાદ નોધાય હતી.

આ સમગ્ર ઘટના અંગે મળેલી માહિતી અનુસાર, જમીનની રિસર્વે કરવાની માપણી કરવાના અવેજમાં આ કામ કરવા માટે આરોપી સંજયભાઇ સવદાશભાઇ રાવલીયાએ એક હેકટર દીઠ 40 હજાર રૂપિયાની માગણી કરી હતી, ત્યાર બાદ રકઝકના અંતે રૂપિયા 20 હજાર નક્કી કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર બનાવ અંગે મળેલી માહિતી, અનુસાર ફરિયાદી પાસે ખુલ દસ હેકટર જમીન હતી તેથી 200000 રૂપિયા ની લાંચની માગણી આરોપી સંજયભાઇ સવદાશભાઇ રાવલીયા દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ફરીયાદી લાંચનાપૈસા આપવા માંગતા ન હતો અને તેથી તેણે એ.સી.બી નો સંપર્ક કર્યો હતો, એ.સી.બીને આ સમગ્ર ઘટનાની જાણ થતા તેઓએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

આરોપીએ ફરીયાદી સાથે લાંચની હેતુલક્ષી વાતચીત કરી હતી અને એક લાખ રૂપિયા નો પ્રથમ હપ્તાની લાંચની માંગણી કરી, ત્યાર બાદ ફરીયાદીએ એક લાખ રૂપિયાની લાંચ આપી હતી અને આરોપીએ સ્વીકારી હતી, ત્યાર બાદ તે સ્થળ પર જ પકડાય ગયો હતો અને તપાસ કરતા ગુન્હો વિગેરે કબુલ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *