ભરૂચમાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત- ઘટના સ્થળે જ 4 યુવકોના મોત, પરિવારમાં છવાયો માતમ

Accident occurred in Bharuch, 4 youths died: ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવતી ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી. જેથી કારમાં સવાર ચાર યુવાનોનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. આમોદના સુડી ગામના એકજ ફળિયાના ચાર યુવાનોના મોતને પગલે ગામમાં માતમ છવાયો હતો. ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોકરી પરથી ઘરે આવતા યુવકોને ભરખી ગયો કાળ 
ભરૂચના કેલોદ ગામ નજીક આવેલ મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો. આમોદના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો નિત્ય ક્રમ મુજબ ભરૂચ નોકરી પર ગયા હતા. ભરૂચના રવિ રત્ન મોટર્સમાં અને શોરૂમમાં કામ કરતા ચારેય યુવાનો ઘરે જવા અલ્ટો કાર લઈ નીકળ્યા હતા.

તે દરમ્યાન કેલોદ ગામની ભૂખી પાસે સામેથી આવતા હાઈવા ટ્રક GJ 16 AW 0093 અને અલ્ટો કાર નંબર GJ 16 DC 7408 વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે અલ્ટો કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ઉડી ગયુ હતુ. જ્યારે કાર નો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત ની જાણ સુડી ગામમાં થતા કોલાહલ મચી જવા પામ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આ તમામ યુવાનો તેમના માતા પિતાના એકના એક સંતાન હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે ચારેય પરિવાર ના ઉપર આભ ફાટી પડયુ હતુ. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *