ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવો સામે આવતા રહે છે અને આ બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી એક વખત કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર(Ankleshwar)ની વાલિયા ચોકડી(Valia Chokdi) ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે ટ્રકની વચ્ચે કારનો બુકડો બોલી ગયો હતો.
અંકલેશ્વરના આ અકસ્માતે ભલભલાનાં રૂંવાડાં ઊભાં કરી દીધાં… બે ટ્રક વચ્ચે કારનો છુંદો બોલી ગયો- કાર સાથે હોસ્પિટલ પહોચ્યા મૃતદેહ pic.twitter.com/9kVk7Bpa5q
— Ola Movie (@ola_movie) February 21, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર બપોરના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના એટલી ભયંકર હતી કે કાર ચાલકના સ્ટિયરિંગ પર માત્ર આંગળીઓ જ દેખાઈ રહી હતી.
અમદાવાદથી સુરત બાજુ જઈ રહેલ કાર અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન બે ટ્રકની વચ્ચે કાર આવી જતાં કાળજું કંપાવી દે દે તે પ્રકારનો દર્દનાક અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં કાર જાણે રમકડું થઇ ગઈ હતી અને પડીકું વળી ગઈ હતી. આગળ ચાલી રહેલી ટ્રકે બ્રેક લગાવતાં કાર ચાલકે પણ તેની ગતિ ધીમી કરી દીધી હતી, જો કે પાછળથી ટાઇલ્સ ભરીને આવી રહેલ ટ્રક કાર સાથે જોરદાર ટકરાઈ હતી. કાર બે ટ્રક વચ્ચે જાણે સેન્ડવિચ બની ગઈ હોય તે પ્રકારના દર્દનાક દ્રશ્યો સર્જાયા હતા.
મહત્વનું છે કે, 3 ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. પડીકું વળી ગયેલી કાર અને તેમાં સવાર વ્યક્તિના મૃતદેહ કાઢવા ક્રેનથી કારને ટેમ્પામાં ચઢાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર ઓવરબ્રીજ ઉપર થયેલા દર્દનાક અકસ્માતમાં પોલીસે કારને અંકલેશ્વર નગરપાલીકાના પોસ્ટ મોર્ટમ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં અંકલેશ્વર DPMC ના લાશ્કરોએ એક કલાકથી વધારે જહેમત પછી ગેસ કટરથી કારને કાપીને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુકડો બોલી ગયો હતો. જેથી તેની અંદરથી મૃતદેહને બહાર કાઢવા ખુબ જ કઠીન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાંથી ખેંચી ખેંચીને બે વ્યક્તિઓને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.