Maninagar Car Accident Case: અમદાવાદના મણિનગરમાં અકસ્માતના આરોપીને પોલીસે આજે પાઠ ભણાવ્યો છે. બિયર પીને કાર ચલાવી અકસ્માત સર્જનાર કેદાર દવે અને તેના મિત્રોને પોલીસે જાહેરમાં માર માર્યો છે. જે સ્થળે તેઓએ કાર અકસ્માત સર્જ્યો હતો તે સ્થળે આજે તેમને લઈને પોલીસ પહોંચી હતી.
જે બાદ પોલીસે બરાબરનું જુર્સ કાઢ્યું હતું.પોલીસનો કેદાર દવે અને તેના મિત્રોને માર મારતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પોલીસકર્મી નબીરાને પકડી રાખે છે, જ્યારે અન્ય એક પોલીસકર્મી તેના પર ડંડાવાળી કરે છે. આ દરમિયાન યુવકો કગરતા જોવા મળી રહ્યા છે.
અહિયાં ક્લિક કરીને જાણો શું છે સમગ્ર ઘટના?
અમદાવાદના મણીનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે 23 જુલાઈની રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, આ બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતમાં નશામાં ધૂત નબીરાની કાર ચારથી પાંચ પલટી મારી ગઈ હતી. તો ગાડીમાંથી દારૂ અને બિયરની બોટલ પણ મળી આવી હતી.
અકસ્માત બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી ગયો હતો. કાર ચાલક સહિત ત્રણ નબીરાઓને સ્થાનિકોએ દબોચીને પોલીસને સોંપ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. જે બાદ ડ્રિંક એન્ડ ડ્રાઇવ મામલે પોલીસે તપાસ હાથધરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube