કોંગ્રેસ અને આપ સાથે ફર્યા બાદ પાસ કન્વિનર હવે ભાજપમાં જોડાયા

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટી(AAP) એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વિનર નીતિન ઘેલાણી(Nitin Ghelani) ભાજપમાં જોડાયા છે સાથે વિજયભાઈ માંગુકિયા સહિતના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે(CR Patil) તેમને ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતુ.

મળતી માહિતી અનુસાર, નીતિન ઘેલાણી પાસના 40થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે અને કેસરિયો ધારણ કર્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના 40થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *