જે કોઈ ના કરી શક્યું તે પાટીલે કરી બતાવ્યું- મોદી, શાહ બાદ દેશના નવા કુશળ રણનીતિકાર બન્યા ચંદ્રકાંત રઘુનાથ પાટીલ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી ( gujarat election 2022)માં ભાજપે(BJP) સ્પષ્ટ બહુમતી સાથે રેકોર્ડબ્રેક જીત મેળવી છે. ત્યારે સવારથી લગભગ 10.30 વાગ્યા સુધીમાં તો ભાજપે ઇતિહાસ રચી દીધો હતો. ત્યારે ભાજપની આ જીતના અસલી હકદાર કોણ છે તે વિશે જાણીએ…

પેજ સમિતિના જનેતા ‘ચંદ્રકાંત રઘુનાથ પાટીલ’ જીતના અસલી હકદાર:
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા જિલ્લા સંગઠનની મુલાકાત અને બેઠક દરમિયાન અનેકવાર એવા નિવેદનો અપાયા હતા કે, જો ગુજરાત ભાજપ સંગઠનમાં પેજ સમિતિને જો મજબૂત કરવામાં આવે તો એનો સીધો ફાયદો પાર્ટીને થશે. ત્યારે અંતે, જ્યારે હવે વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં છે ત્યારે પેજ સમિતિની મજબૂતી જ ભાજપને ઐતિહાસિક જીત અપાવી શકી હોય એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.

નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન – ચંદ્રકાંત પાટીલ:
આ સાથે જ અગાઉ પણ સીઆર પાટીલે જણાવ્યું હતું કે નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન અને આ કહેવતને ભાજપે યથાર્થ સાબિત કરી છે. ભાજપે બહુ પહેલેથી જ 151 સીટ મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. ત્યારે તેઓએ 158 સીટો મેળવી પોતાનો લક્ષ્ય હાંસલ કરી લીધો છે. તેમજ આગાઉ પણ ચૂંટણી દરમિયાન પેજ સમિતિને મજબૂત કરીને જીત હાંસલ કરવાનો રેકોર્ડ પણ સીઆર પાટીલના નામે નોંધાયો છે.

પાટીલના નામે સૌથી વધુ લીડ મેળવવાનો રેકોર્ડ:
દિવસ-રાત જોયા વગર સતત 52 મહિનાની મહેનતને અંતે ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના 13મા પ્રદેશ અધ્યક્ષ તરીકે 20 જુલાઈ 2020ના રોજ સીઆર પાટીલની નિમણુીક કરી હતી. તેમજ વર્ષ 1980માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ સીઆર પાટીલને પાર્ટી વર્ષ 1995થી 1997 અને વર્ષે 1998થી 2000 સુધીના સમયમાં જીઆઇડીસી ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2009માં તેઓ નવસારી લોકસભાના સાંસદ બન્યા.

આ સાથે જ વર્ષ 2014 અને 2019માં પણ સાંસદ બન્યા હતા. વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. તેમજ 28 જુલાઈ 2020ના રોજ દેશના વડાપ્રધઆન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ તેમણે પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. તે અંતર્ગત તેઓએ 25 ઓગસ્ટથી સરકારના એક મંત્રી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેસી કાર્યકરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રારંભ કર્યો હતો.

આ સિવાય ભારતીય જનતા પાર્ટી 10 નવેમ્બર 2020ના રોજ 8માંથી 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં ભગવો લહેરાવામાં સફળ રહી હતી. પહેલી વખત ડાંગ જેવી વિધાનસભા પર ભાજપે ઐતિહાસિક લીડ સાથે જીત મેળવી. પેટાચૂંટણી પૂર્ણ થતાં જ 9 નવેમ્બર 2020ના રોજ સીઆર પાટીલ દ્વારા જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી.

ત્યારબાદ તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીનો પ્રારંભ કર્યો. એ અંતર્ગત પહેલી વખત પ્રદેશ ભાજપના ઇતિહાસમાં ટિકિટ મેળવવા માટેના નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહિ, પરિવારના સભ્યોને ટિકિટ નહિ અને ત્રણ ટર્મ ચૂંટાયેલા હોદ્દેદારને ટિકિટ નહિ આપવાનો નિર્ણય કર્યો. આ સાથે જ 23 ફેબ્રુઆરી, 2021 ના રોજ 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 6 માંથી 6 મહાનગરો પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી.

તેમજ કોરોનાની બીજી લહેરનો પ્રારંભ થતાંની સાથે જ સીઆર પાટીલે ‘સેવા હી સંગઠન’ના માધ્યમથી કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલ ખોલવાનું આહવાન એ કાર્યકરોને કર્યું હતું, જેના પરિણામે કોરોનાની બીજી લહેરમાં ભાજપ સંગઠન લોકોની મદદ કરવા તેમની સાથે આવ્યું.

1984માં નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા:
જાણવા મળ્યું છે કે, સરકારી નોકરીમાં તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે તેમને અનેક સંઘર્ષો અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહીં તેમજ પોલીસકર્મીઓના પ્રશ્નો પણ ઉઠાવતા નહોતા. આ મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984મા પોલીસકર્મચારીનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહીં અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વિંઝાયો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતાં સી.આર.પાટીલે સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. ત્યાર બાદ તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતા.

સી.આર. પાટીલનો પરિવાર:
આપણે સૌ જાણીએ જ છીએ કે, સી.આર પાટીલ સાંસદ તરીકે તો એક જવાબદારી નિભાવે જ છે. જોકે 3 દીકરી અને 1 દીકરા-પુત્રવધૂના પિતા અને ગંગાબેન પાટીલના પતિ તરીકે એક પરિવારને પણ એટલો જ સમય અને સ્નેહ આપે છે. સતત વ્યસ્તતા વચ્ચે તેઓ જાહેર જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *