પરિણામ બાદ ભત્રીજાએ પગે લાગી કાકાના આશીર્વાદ લીધા, કુમાર કાનાણીને મળી અલ્પેશ કથીરિયાએ કહ્યું…

સુરત(SURAT): ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022)માં ભાજપે 158 સીટ મેળવીને ભવ્ય વિજય મેળવ્યો છે, ત્યારે જે બેઠક પર બધાની નજર હતી,તે બેઠકના પણ રિઝલ્ટ આવી ગયા છે. સુરતની વરાછા બેઠક પર એવી ચર્ચા ચાલતી હતી કે, ત્યાં આમ આદમી પાર્ટી જીતી જશે, પરંતુ પરિણામ કઈક અલગ જ જોવા મળ્યું છે. વરાછા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiria)ની હાર થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીને 67117 મત મળ્યા છે, જ્યારે અલ્પેશ કથીરિયાને 50285 મત મળ્યા છે. બીજી બાજુ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાની પણ હાર થઈ છે.વરાછા બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો હતો. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી અને આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ એકબીજા પર ઘણો વાણી વિલાસ કર્યો હતો. પરંતુ મતદાનના દિવસે અને પરિણામના દિવસે ચૂંટણીની ખેલદીલી જોવા મળી હતી.

અલ્પેશે આશિર્વાદ લીધા
અલ્પેશ કથીરિયાએ આજે હાર્યા બાદ પણ સામે ચાલીને કુમાર કાનાણી પાસે પહોંચી ગયાં હતાં. ત્યાં જઈને તેમના ચરણ સ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતાં. પ્રચાર દરમિયાન અને સામાન્ય દિવસોમાં પણ અલ્પેશ કથીરિયા કુમારભાઈને કાકા કહીને સંબોધન કરતા હોય છે. ત્યારે આજે કાકા સામે હાર્યા બાદ અલ્પેશ કથીરિયાએ શુભકામના આપવાની સાથે સાથે અલગ જ સંદેશ આપ્યો હતો. અલ્પેશ કથીરિયાએ મળીને કહ્યું કે, “તમારો ખુબ ખુબ આભાર.”

182 વિધાનસભા બેઠકોનું આજે હતું પરિણામ:
ગુજરાત વિધાનસભાની કુલ 182 વિધાનસભા બેઠકો છે. જેમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો, દક્ષિણ ગુજરાતની 35 બેઠકો, મધ્ય ગુજરાતની 61 અને સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો સામેલ છે.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા જેટલું થયું છે મતદાન:
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું હતું.

બીજા તબક્કામાં સરેરાશ 64.39 ટકા જેટલું થયું છે મતદાન:
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર બીજા સરેરાશ 64.39 ટકા જેટલું મતદાન થયું છે. મહત્વનું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

2017માં જાણો શું હતું પરિણામ:
મહત્વનું છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 બેઠક અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષ બેઠકમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ)નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *