મેહુલ બોઘરાએ કહ્યું ‘મારી ઓફિસ અહી છે, ગાડી અહિયા જ પાર્ક થશે’ અંતે પોલીસે…- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): સુરત(Surat)માં ગઈકાલે એટલે કે રવિવારના રોજ સાંજે PM મોદી(Narendra Modi)ના એરપોર્ટથી મોટા વરાછા(Mota Varachha) ગોપીન ગામ(Gopin village) સુધીના લગભગ 32 કિમી લાંબા રોડ શોને કારણે ઘણા રસ્તાની સાઇડ વાંસની વાડ બનાવીને રસ્તો બંધ કરાવી દેવામાં આવ્યો હતો. ત્યારે આ વરાછામાં વકીલ મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA)એ આ મુદ્દે ફેસબૂક લાઈવ(Facebook Live) કરીને વિરોધ નોંધાવ્યો હતો. આખરે પોલીસે બાંબુના બેરીકેટ ખોલીને મેહુલ બોઘરા સહિતનાને પોતાની પ્રિમાઇસીસમાં વાહનો પાર્ક કરવા દીધા હતા. એડવોકેટ મેહુલ બોઘરાએ આ મુદ્દે જણાવતા ક્હ્યું હતું કે, વડાપ્રધાન આવે અને રોડ શો કરે તેની સામે કોઈ જ વાંધો નથી, પણ જ્યારે તેઓ સાંજે 6 વાગ્યે આવવાના હોય અને પોલીસ વહેલી સવારથી જ બાંબુ લગાવી દે તે અયોગ્ય કહી શકાય છે.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ રીતે લોકોને ત્રાસ પહોંચાડવામાં આવે તે કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે. પોલીસ દ્વારા કોમર્શિયલ દુકાનોનાં વાહનોની એન્ટ્રી અને એક્ઝિટના પોઇન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. લગ્નસરા દરમિયાન લોકોના વરઘોડા બંધ કરાવ્યા, સ્થાનિક દુકાનો-પાથરણાવાળા નાના મોટા લારી ગલ્લાવાળા, નાના-મોટા રોજગારવાળા તમામના ધંધા બંધ કરાવવામાં આવ્યા હતા. આ અંગે દુઃખ વ્યક્ત કરવા મેહુલ બોઘરાએ લાઈવ કરી મોટા વરાછા પૂજન પ્લાઝા પાસે લગાવવામાં આવેલા બેરીકેટનો વિરોધ કરતા અનેક લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસ દ્વારા કોમ્પ્લેક્ષમાં જવા-આવવા માટે કેટલાક બેરીકેટ વચ્ચેથી ખોલી નાખવામાં આવ્યા હતા.

રાજકારણમાં આવવાને લઈને મેહુલ બોઘરાએ જાણો શું કહ્યું હતું?
વકીલ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું હતું કે, મેહુલ બોઘરા રાજકારણમાં તો આવશે એ 100 ટકાની વાત છે. મને ખોટું બોલતા આવડતું નથી. રાજકારણી તો બનવાનો છું પણ આવો નથી બનવાનો જે હાલમાં નેતાઓ હોય છે. વધુમાં ઉમેરતા કહ્યું છે કે, જેનામાં આત્મવિશ્વાસ નથી, જેને ખાલી બોલ બચ્ચન કરવા છે એવા બધા રાજકારણમાં આવીને બની બેઠા છે, તો મારા માં તો જુસ્સો છે, દેશ માટે કઈ કરવાની ભાવના છે, રાષ્ટ્રપ્રેમ છે તો હું રાજકારણમાં કેમ ના આવી શકું? પરંતુ આગામી સમયમાં જે ઈલેક્શનો આવવાના છે તેને લઈને હાલ મારી કોઈ તૈયારી નથી.

રાજકારણમાં કોઈ પાર્ટી નક્કી ના હોય કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી. મેહુલ બોઘરા પોતાની પાર્ટી પણ બનાવે, અપક્ષમાં પણ લડે એ કોઈ વસ્તુ હાલ માં છે નહી, આ બધા ભવિષ્યના પ્લાનિંગ છે. ભવિષ્યમાં લોકોનું સમર્થન હશે, લોકચાહના હશે ત્યારે મેહુલ બોઘરા ચોક્કસ રાજકારણમાં આવશે.

વધુમાં જણાવતા કહ્યું છે કે, આમ આદમી પાર્ટીમાં જોડાવવાની અત્યારે કોઈ સંભાવના નથી અને ભવિષ્યમાં પણ મને એવું લાગતું નથી. તમામ પાર્ટીઓનો પોલીટીકલ સપોર્ટ હોય છે. રાજકારણમાં ત્રણ પાર્ટી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *