Onion price increase: સો પ્રથમ 200થી 250 રૂપિયે કિલો મળતા લાલ ટામેટાએ લોકોને રડાવ્યા છે. જે ટામેટાના ભાવ હાલ 80થી 100 પહોંચતા લોકોને ઘણી રાહત મળી છે, પરંતુ હવે તીખી ડુંગળીએ લોકોને રડાવાનું કામ શરૂ કરી દીધું છે. કેમ કે ટામેટા અને શાકભાજીના ભાવ ઘટયા પણ ડુંગળીના ભાવમાં હવે ઘણો વધારો(Onion price increase) નોંધાયો છે.
છેલ્લા બે મહિનાથી શાકભાજીના ભાવ અને તેમાં પણ ટમેટાના ભાવ આસમાને પોહ્ચ્યા હતા. ટમેટા 15 દિવસ પહેલા બજારમાં કિલોના 200થી 250 રૂપિયા હતા. ત્યારે હવે ટામેટાની આવક શરૂ થતાં તેના ભાવમાં થોડોક ઘટાડો થયો છે. હાલ ટામેટા 100 રૂપિયાની આસપાસ બજારમાં મળી રહ્યા છે. પરંતુ હવે ડુંગળીએ લોકોને રડાવવાનું શરૂ કર્યું છે.
આમ તો ડુંગળી તીખી હોય એટલે લોકોને રડાવે, પરંતુ તેના ભાવે હવે લોકોને રડાવવાનું શરૂ કરી દીધું છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે, કારણ કે એક જ સપ્તાહમાં રિટેઇલ બજારમાં ડુંગળીના ભાવ 10થી 15 રૂપિયા જેટલા ઊંચકાયા છે. જેના કારણે હવે લોકોના બજેટ પર ઘણી અસર સર્જાઇ રહી છે.
ડુંગળીના ભાવમાં લગભગ 20 ટકા જેટલો વધારો
ડુંગળી એક અઠવાડિયા પહેલા APMC બજારમાં પ્રતિ કિલો 20 રૂપિયાને આસપાસ મળતી હતી. જ્યારે જમાલપુર રિટેઇલ બજારમાં 30 રૂપિયા આજુબાજુ મળતી હતી. પરંતુ એક જ અઠવાડિયામાં આ ભાવમાં ઘણો વધારો નોંધાયો છે. જેમાં APMCમાં હાલ આ ડુંગળી 25થી 30 રૂપિયા ભાવે મળી રહી છે. જ્યારે રિટેઇલ બજારમાં 40 રૂપિયે કિલો ડુંગળી મળી રહી છે. તો શહેરમાં વિસ્તાર પ્રમાણે ભાવ વધુ જોવા મળી રહ્યો છે. કે જ્યાં કેટલાક વિસ્તારમાં 50થી 60 રૂપિયા કિલો ડુંગળી મળી રહી છે.
હજુ પણ ભાવ વધવાની શક્યતા
ભાવ વધવાના કારણે જે વાનગીમાં ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. તેમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. વેપારીઓની દ્રારા મળતી માહિતી અનુસાર, બજારમાં ડુંગળી નાશિક, પુને, કાઠીયાવાડ અને સૌરાષ્ટ્રમાંથી આવતી હોય છે. જેમાં હાલ સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડથી ડુંગળી આવવાનું બંધ છે અને માત્ર નાશિક અને પુણેથી ડુંગળી આવી રહી છે. જોકે ત્યાં વરસાદની અસરના કારણે ડુંગળીને નુકસાન થતાં અને આવક ઓછી થતા ભાવમાં વધારો નોંધાયો છે અને હજુ પણ આ ભાવ વધવાની શક્યતા વેપારીઓ કહી રહ્યા છે.
ટામેટા અને અન્ય શાકભાજીના ભાવમાં થયો ઘટાડો
ટામેટાના ભાવમાં 50 ટકા જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં 30 થી 40 ટકા ઘટાડો નોંધાયો હતો. જોકે તેની સામે ડુંગળીના ભાવમાં 20 ટકા ઉપર વધારો નોંધાયો છે. તો હજુ પણ ડુંગળીના ભાવ 40 ટકા જેટલા વધવાની શકયતા છે. ત્યારે લોકો ઇચ્છી રહ્યા છે કે ડુંગળીના ભાવમાં વધારો ન આવે. કેમ કે ભાજીપાઉ હોય કે સલાડ હોય કે અન્ય શાક હોય કે જેમાં ડુંગળીની ગ્રેવી કે ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. તેથી ભાવના કારણે તેનો સ્વાદ પણ ફિકો પડી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube