‘તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ બોલે છે’ કહીને ચાર યુવકોએ યુવકને લોખંડની પાઇપ વડે માર્યો ઢોરમાર અને કપડા ઉતારી….

હાલમાં એક એવો બનાવ સામે આવ્યો છે જેમાં “તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ બોલે છે” તેમ કહીને કારમાં આવેલા ચાર લોકો એક યુવકને કારમાં બેસાડીને…

હાલમાં એક એવો બનાવ સામે આવ્યો છે જેમાં “તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ બોલે છે” તેમ કહીને કારમાં આવેલા ચાર લોકો એક યુવકને કારમાં બેસાડીને લઈ ગયા હતા. ત્યારબાદ યુવકને ચાલુ ગાડીએ બીભત્સ ગાળો બોલી માર માર્યો હતો. એટલું જ નહીં, રેલવે પાટા પાસેની સુમસાન જગ્યાએ લઈ જઈને લોખંડની પાઇપ અને લાકડાના ડંડા વડે ગુપ્ત ભાગે તેમજ પીઠના ભાગે માર માર્યો હતો. આ ઉપરાંત કપડાં કાઢીને વીડિયો બનાવ્યા બાદ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે પીડિત યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

મળતી માહિતી મુજબ, અમદાવદમાં આવેલ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 25 વર્ષના યુવક દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે, 24મી માર્ચના દિવસે સાંજે સાત વાગ્યાની આસપાસ તે યારા કા ઢાબાની સામે આવેલી સરકારી ચાવડી પાસે એક્ટિવા લઇને ઊભો હતો તે દરમિયાન એક વેર્ના કારમાંથી ત્રણ યુવકો ઉતરી તેની નજીક આવ્યા હતા. જેમાંથી એક યુવકે ફરિયાદીને ‘તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ બોલે છે’ તેમ કહીને જબરદસ્તી ગાડીમાં બેસાડ્યો હતો. ચાલુ ગાડીએ આરોપીઓએ ફરિયાદીને બીભત્સ ગાળો બોલી લાફા માર્યા હતા. ત્યારબાદ ન્યૂ રાણીપ ખાતે આવેલા અગોરી પાન પાર્લર સામે લઈ ગયા હતા. જ્યાં પણ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.

ત્યાંથી આરોપીઓ ફરિયાદીને ગાડીમાં રેલવે પાટા પાસેની સુમસાન જગ્યાએ ગોગા મહારાજના મંદિર પાસે લઈ ગયા હતા. જ્યાં આરોપીઓએ ફરિયાદીને વારાફરતી લોખંડની પાઇપ, ડંડા અને પટ્ટા વડે માર માર્યો હતો. એક આરોપી દ્વારા તેણે પહેરલું કડું ગરમ કરીને ફરિયાદીના ડાબા હાથના ખભા અને ગાલ પર ડામ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદીના કપડાં કાઢીને વીડિયો પણ બનાવ્યો હતો.

આરોપીઓ આટલાથી ન ધરાતા સાથે જ ધમકી પણ આપી હતી કે, જો કોઈને આ વાત કહેશે તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ. ત્યારબાદ આરોપીઓ ફરિયાદીને ગોકુળ હોટેલ પાસે મૂકી ગયા હતા. ત્યાર પછી ફરિયાદી દ્વારા તેના ભાઈને બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરવામાં અવી હતી. આ અંગે આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે યુવકની ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *