હાલ ચોરીના વધતા કેસો વચ્ચે ફરી અમદાવાદમાં એટીએમમાં ચોરીની ઘટના સામે આવી છે. ચોરીના અત્યાર સુધી અનેક બનાવો સામે આવ્યા છે. અનેક બનાવો છતાં બેંક સંચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. લોકોના લાખો રૂપિયા રામ ભરોસે જોવા મળે છે. અનેક બનાવો બાદ પણ બેંક સંચાલકો દ્વારા એટીએમ સેન્ટર પર સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવતા નથી. જેના કારણે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં એટીએમમાં ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે.
સામાન્ય રીતે એટીએમમાંથી ચોરીની ઘટના રાત્રે બનતા હોય છે. પરંતુ આ બનાવ તો ધોળા દિવસે સવારે 10 વાગ્યા આસપાસ બન્યો હતો. આ ચોરીનો આખો બનાવ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે. વિરાટનગર વિસ્તારમાં આવેલી ગાયત્રી પાર્ક સોસાયટી નજીક SBI બેંકના એટીએમને તસ્કરો દ્વારા ટાર્ગેટ કરીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. વિરાટનગરમાં સવારના સમયે તસ્કરો ચોરી કરવા માટે એટીએમમાં ઘુસી આવ્યા હતા. સૌ પહેલાં તસ્કરોએ બેંકના એટીએમનું શટર તોડીને નુકસાન કર્યું હતું.
ત્યારબાદ એટીએમ તોડીને ધીમે ધીમે 30 હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે જ્યારે એટીએમ મશીનમાં કેશ લોડિંગ કરવા માટે કર્મચારી આવ્યા ત્યારે એટીએમમાં ચોરી થયાનું જાણવા મળ્યું હતું. જેથી ટીએસઆઈ કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સવારના દસ વાગ્યાની આસપાસ બે શખ્સ એટીએમ સેન્ટરમાં ઘૂસીને એટીએમ મશીન તોડીને તેમાંથી ત્રીસ હજાર રૂપિયાની ચોરી કરતા નજરે ચડ્યા હતા અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.
જે બાદમાં મેનેજર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરીને બે તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઓઢવ પોલીસ દ્વારા આ ઘટનાને અંગે ચોરીની ફરિયાદ દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન આ કેસમાં ચોરી થયા બાદ આખો દિવસ અને રાત પસાર થયા છતાં કોઈને ખબર કેમ ન પડી તે પણ એક સવાલ છે. બીજી તરફ તસ્કરો ધોળા દિવસે એટીએમ તોડીને ચોરી કરી ગયા છતાં કોઈને ખબર શુદ્ધા પણ ન પડી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.