Ahmedabad માં 35 પેસેન્જર ભરેલી બસ, સ્ટેશન પહોંચવાને બદલે સીધી હોસ્પિટલ પહોંચી- જાણો એવું તો શું થયું કે દેવદૂત બની ગયા ડ્રાઇવર

અમદાવાદ(Ahmedabad): શહેરમાંથી હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 35 પેસેન્જર ભરેલી બસ, સ્ટેશન(Bus station) પહોંચવા અને બદલે હોસ્પિટલના ગેટે પહોંચી ગઈ હતી. બસના હોસ્પિટલ (Hospital)માં જઈને ડોક્ટરો તેમજ ત્યાંનો સ્ટાફ પણ ચોકી ઉઠ્યો હતો. તો ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિશે….

મળતી માહિતી અનુસાર, ૩૨ વર્ષીય મહિલા Ahmedabad ની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. ત્યારે તે ગાંધીનગરથી Ahmedabad જવા માટે GSRTCની બસમાં બેઠી હતી, પરંતુ આ બસ કોબા સર્કલ પહોંચતાની સાથે જ મહિલાને છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો. જેની જાણ ડ્રાઇવરને કરવામાં આવી હતી. આ દરમિયાન ડ્રાઇવરે સમય સૂચકતા દાખવી 108ની રાહ જોયા વગર બસને ડાયરેક્ટ હોસ્પિટલ હંકારી મૂકી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ત્યારબાદ મહિલાને તાત્કાલિક પણે સારવાર અર્થ ખસેડવામાં આવી હતી. ત્યારે ડોક્ટરોએ હાર્ટ એટેકની અસર હોવાનું જણાવ્યું હતું. આવી સ્થિતિમાં લગભગ ૨૦ મિનિટ બાદ મહિલાની સ્થિતિ સ્થિર થતા બસ તેના રૂટ પર આગળ વધી હતી. આ જોઈને લોકોએ બસ ડ્રાઇવરની વાહ વાહી કરી હતી.

જાણવા મળ્યું છે કે, શકરપુરી ગોસ્વામી નામનો યુવક કૃષ્ણનગર ડેપોમાં છ મહિનાથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. આ ઘટના અંગે તેમણે જણાવ્યું છે કે, મહિલાનો જીવ બચી ગયો એ જ સૌથી આનંદની વાત છે. ત્યારે વધુમાં હોસ્પિટલના ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટના હેડ સંજય શાહે જણાવ્યું હતું કે, મારા અનુભવના 25 વર્ષમાં આવી પહેલી ઘટના બનવા પામી છે કે આવી રીતે કોઈ પેસેન્જર હોસ્પિટલમાં લાવ્યા હોય.

આ ઘટનામાં જો થોડું પણ મોડું થઈ ગયું હોત તો હૃદય બંધ થઈ જાત. જેથી ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી 108ની રાહ જોયા વગર જ આખી બસ હોસ્પિટલ હંકારી મૂકી હતી. હાલ આ મહિલા એકદમ સ્વસ્થ છે. તેમજ ડ્રાઇવરને પણ ચારે બાજુથી શાબાશી મળી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *