સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીનો શિકાર લાખો લોકો બની ચુક્યા છે. આની સાથે જ કેટલાક લોકોના મોત પણ થયા છે. જ્યાં સુધી વેકસીન ન આવે ત્યાં સુધી ‘માસ્ક એ જ વેક્સિન’ સૂત્ર અપનાવી લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે.
આ સૂત્ર ઘણીવાર સરકાર પણ જણાવી રહી છે ત્યારે ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાં એક એવા બિઝનેસમે કે, જેમનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો. દુઃખની વાત તો એ હતી કે, કોરોનાને લીધે તેમની માતાનું અવસાન પણ થયું હતું.
જેને કારણે લોકો હવે માસ્ક પહેરે તેમજ કોરોનાથી બચી શકે એની માટે આ સેવાભાવી બિઝનેસમેને અભિયાનની શરૂઆત કરી છે. શહેરમાં 3 દિવસ કેમ્પ કરીને તેઓ કુલ 11,000 N-95 માસ્કનું વિતરણ કરશે. પ્રિયંકભાઈ પોતાની એડ કંપની ધરાવે છે. તેઓ હાલમાં સેવાભાવી બિઝનેસમેન સાબિત થયા છે.
પ્રિયંકભાઈના પરિવારજનો 1 મહિના પહેલા કોરોનાનો શિકાર બન્યા હતા. આ બિઝનેસમેને કોરોનામાં પોતાની માતાને પણ ગુમાવ્યા તેમજ પિતાની તબિયત હાલમાં નાદુરસ્ત છે. પોતાને કોરોના થતા આ વાયરસ કેટલો ગંભીર છે તેની સમજ આવતા લોકોને બચાવવા નવું અભિયાન શરુ કર્યું છે.
શહેરના લોકો માસ્ક પહેરે તેમજ કોરોનાથી બચી શકે એની માટે કુલ 11,000 N-95 માસ્ક આપી સેવા કરવાનો આ બિઝનેસમેનેે નિર્ણય કર્યો છે. વહેલી સવારથી જ શહેરમાં લોકો મોર્નિંગ વોક કરવા નીકળે ત્યારે માસ્કનું વિતરણ પણ તેઓએ શરૂ કર્યુ છે. સતત 3 દિવસ સુધી તેઓ આ માસ્ક વિતરણ કરશે.
આની સાથે જ લોકોને નાકની ઉપર માસ્ક પહેરવા માટેની અપીલ કરશે. આ બાબતે પ્રિયંકભાઈએ કહ્યું હતુ કે, એમના પરિવારને કોરોના ઝપેટમાં આવતા તેઓએ જોયો છે. ખુદ તેમને પણ કોરોના થયો હતો તેમજ કોરોના ખૂબ ખતરનાક છે તેનો અનુભવ પણ કર્યો હતો.
જેથી તેઓએ લોકોને બચાવવા આ અભિયાનની શરૂઆત કરી છે. માસ્કની સાથે જ તેઓ એક બુકલેટ પણ તેઓ લોકોને આપી રહ્યા છે. જેમાં કોરોના શુ છે, તેનાથી શારીરિક સમસ્યા શુ થાય છે તેમજ કેટલો ઘાતક છે તેની સમજ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle