આજકાલ આત્મહત્યાના કિસ્સામાં સતત વધી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં એક ડોક્ટરની પત્નીએ પંખે લટકીને આપઘાત કરી લીધો હતો. પાલીતાણાનો એક યુવક તેના મોબાઇલમાં અર્ધનગ્ન ફોટોગ્રાફ્સ મોકલીને વોટ્સએપ કોલ અને વિડીયો કોલ કરતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેથી ડોક્ટરની પત્નિ દ્વારા યુવકની બીભત્સ માંગણીઓથી કંટાળીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરવામાં આવી છે. જે બાબતે સરખેજ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે રહેતા એક યુવક દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનમાં પાલીતાણાના ઇરફાન મેતર વિરુદ્ધ આત્મહત્યાની દુષપ્રરણાની ફરિયાદ કરવામાં આવી છે. યુવકની બહેનના સાત વર્ષ પહેલા એક ડોક્ટર સાથે લગ્ન થયા હતા અને બન્ને જણા પાલીતાણામાં રહેતા હતા. જ્યા તેણે બે દીકરાને જન્મ આપ્યો હતો.
પાલીતાણામાં રહ્યા બાદ દંપતી બે દીકરા સાથે અમદાવાદના જુહાપુરા ખાતે રહેવા આવી ગયા હતા. યુવતીના પતિએ નવરંગપુરા ખાતે પોતાનું ક્લિનિક ખોલ્યું હતું. જ્યા તેઓ સમયસર હાજર રહેતા હતા. પરિવારનું જીવન સુખમય રીતે પસાર થતુ હતુ. આ દરમ્યાન જ પાલીતાણાના ઇરફાન મેતર નામના યુવકે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યુ હતું.
મળતી માહિતી મુજબ, તારીખ 2 જુનના રોજ ડોક્ટર પોતાના ક્લિનીક પર ગયા હતા ત્યારે યુવતીએ પોતાના બેડરૂમમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સાંજે જયારે ડોક્ટર ઘરે પહોચ્યા ત્યારે ઘરનો દરવાજો મોટા દીકરાએ ખોલ્યો હતો અને મમ્મી ક્યા છે તેમ પુછ્યુ હતું. પિતાની વાત સાંભળતા દીકરાએ જવાબ આપ્યો કે, મમ્મી અંદરના રૂમમાં છે અને અંદરથી દરવાજો ખોલતી નથી.
ડોક્ટરે જોરજોરથી બૂમો પાડી પરંતુ યુવતીએ દરવાજો નહી ખોલતા તે ટેન્શનમાં આવી ગયા હતા. અને આજુબાજુના લોકોને બોલાવી દીધા હતા અને ઘણા પ્રયત્નો કરીને દરવાજો ખોલી દીધો હતો. દરવાજો ખોલતાની સાથે યુવતી પંખે લટકતી જોવા મળી હતી. યુવતી ખેંચની બીમારીથી પીડાતી હોવાનું સમજીને ડોક્ટરે અને તેમના પરિવારને કોઇ કાર્યવાહી કરી નહી અને અંતિમ વિધી કરી દીધી હતી.
આ દરમિયાન યુવતીના ભાઇના હાથમાં તેનો મોબાઇલ આવ્યો હતો અને તે ચેક કરતા ભાઇના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. યુવતીએ જે દિવસે આપધાત કર્યો તે દિવસે પાલીતાણાના ઇરફાન મેતરે ચેટ તેમજ વિડીયોકોલ, વોટ્સએપ કોલ સતત ચાલુ રાખ્યા હતા અને યુવતીના અર્ધનગ્ન ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા હતા. યુવતીના ભાઇએ વધુ તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, ઇરફાન તેની પાસે અવારનવાર જેમ-તેમ બોલતો હતો અને બીભત્સ માંગણી પણ કરતો હતો. જેથી કંટાણીને તેને આત્મહત્યા કરી લીધી છે.
સરખેજ પોલીસ દ્વારા આ મામલે ઇરફાન મેતર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. યુવતી તેના પતિ સાથે પાલીતાણામાં રહેતી હતી. આ દરમિયાન ઇરફાન મેતર અવારનવાર તેના ઘરે આવતો હતો. જ્યાં બન્ને જણાની મુલાકાત થઇ હતી. આ ઉપરાંત યુવતીએ આત્મહત્યા કરી તે પહેલા રમઝાન મહિનામાં ઇરફાન સાથેની વાતચીતનો ઓડીયો રેકોર્ડીગ તેની પિતરાઇ બહેનને મોકલી આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.