ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાડ થીજાવતી ઠંડી(Cold wave) પડી રહી છે. ત્યારે આ કડકડતી ઠંડીના કારણે સ્કૂલના સમયમાં ફેરફાર કરવાની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ(Ahmedabad) જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને શાળાઓને સમયમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી હતી. કડકડતી ઠંડીના કારણે અમદાવાદની શાળાઓ(schools)ના સમયમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી હતી.
મહત્વનું છે કે, અમદાવાદ શહેરની 500 શાળામાં પાંચ લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ પૈકી મોટી ભાગની શાળાનો સમય સવારના સાત વાગ્યાનો છે. પરંતુ વહેલી સવારે હાડ થીજાવતી ઠંડીની અંદર 9થી 10 ડિગ્રી તાપમાનમાં વિદ્યાર્થી સ્કૂલે જઈ રહ્યાં છે. જેને લઈને જિલ્લા શિક્ષણાધિકારીને આચાર્ય સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તો કોંગ્રેસ દ્વારા પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે, શાળાનો સમય એક કલાક મોડો કરવામાં આવે.
મહત્વનું છે કે, ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાની અસર રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં થઈ રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે જેને કારણે અમુક વિસ્તારોમાં બરફના થર જામી ગયા હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીને કારણે લોકો ઠુંઠવાઈ રહ્યા છે. સુસવાટા મારતા પવનથી લોકો પોતાના ઘરની અંદર જ પુરાઈ રહેવા માટે મજબુર બન્યા છે. ત્યારે આવામાં ગઈકાલે રાજકોટ શહેરમાં હાડ થીજાવતીને કારણે એક બાળકીનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
રાજકોટમાં જસાણી સ્કૂલની વિદ્યાર્થિનીના મૃત્યુનો મામલો વિદ્યાર્થિની રીયાના માતા દ્વારા ગંભીર પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે ગંભીર આક્ષેપની સાથે વિનંતી કરતા એમ પણ કહ્યું છે કે, મારી દીકરી જેવી દુઃખદ ઘટના કોઇ અન્ય સાથે ન થાય અને શિયાળા દરમિયાન શાળાનો ટાઇમ બદલવો જરૂરી છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, શાળાનો સમય બદલવામાં આવે, સવારનો વહેલો સમય ન રાખવામાં આવે. શિયાળામાં શાળાનો ટાઇમ બદલવો ખુબ જ જરૂરી અને સ્કૂલનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.