ગુજરાત: હવેથી વડોદરાવાસીઓ (Vadodara residents) વિમાન (Plane) જેવી રેસ્ટોરન્ટ (Restaurant) માં બેસીને ખાવાની મજા માણી શકશે. લોકોને આકર્ષવા માટે વડોદરામાં ગુજરાત (Gujarat) ની સૌપ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ (Aircraft Restaurant) નિર્માણ પામી છે. હાલમાં વિશ્વનાં ફક્ત 8 એવાં શહેર છે કે, જ્યાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ નિર્માણ પામી છે.
હવે વિશ્વનાં વડોદરા સહિત 9 શહેરમાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની ચૂકી છે ત્યારે ઉત્તર ભારતમાં પણ પંજાબના લુધિયાણા, હરિયાણા તેમજ ઉત્તરાખંડમાં આવી એરક્રાફ્ટની રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોટન્ટમાં વિમાનની જેમ જ એનાઉન્સમેન્ટ કરાશે. અહીં નોંધનીય છે કે, 1.40 કરોડના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદી લીધું હતું.
વિશ્વમાં માત્ર આવી 9 એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ:
વડોદરા શહેર પાસેના તરસાલી બાયપાસ રોડ પર વિશ્વની 9મી તેમજ ભારતમાં 4 તેમજ ગુજરાતની સૌપ્રથમ હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની શરૂઆત થવા પામી છે. વિશ્વમાં ફક્ત આવી 9 એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલ છે. આ રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર મહેબૂબ મુકીએ કહ્યું હતું કે, વિશ્વમાં ન્યૂઝીલેન્ડમાં શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, પંજાબના લુધિયાણા, હરિયાણાના મોરી સહિતનાં દુનિયાનાં 8 એવાં શહેરોમાં આવી એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલ છે.
102 વ્યક્તિ ભોજનનો આસ્વાદ માણી શકે એવી વ્યવસ્થા:
હવે વડોદરા તથા શહેરની આજુબાજુની જનતા હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ માણી શકશે. રિયલ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર જે રીતે સુવિધાઓ રહેલી છે એવી અહીં પણ આપવામાં આવી છે. 102 વ્યક્તિ એકસાથે બેસીને ભોજનનો આસ્વાદ માણી શકે એવી સુવિધા ઉભી કરવામાં આવી છે.
ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઈટાલિયન, મેક્સિકન અને થાઈ ફૂડની મજા:
હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઈટાલિયન, મેક્સિકન તથા થાઈ ફૂડની મજા પરિવાર સાથે માણી શકાશે. હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ હાઇવે બાયપાસ રોડ પર આવેલ હોવાને લીધે મોડી રાત્રિ સુધી ભોજનનો સ્વાદ માણી શકાશે.
એરક્રાફ્ટ રેસ્ટોરન્ટના માલિક જણાવે છે કે, તેમને આ રેસ્ટોરન્ટ બનાવવામાં ખુબ સમય લાગ્યો છે. તેમણે આ પ્રોજેક્ટ શરૂ કર્યા પછી અચાનક જ કોરોના મહામારી આવી જવાને લીધે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ખુબ સમય વીતી ગયો હતો કે, જેને લીધે એનો શુભારંભ કરવામાં વિલંબ થયો હતો.
ઓરિજિનલ એરક્રાફ્ટનું ફીલ આવે એવું બનાવાયુ:
આ એરક્રાફ્ટની બોડી-મશીનરી ચેન્નઈની એક એવિયેશન કંપની પાસેથી ખરીદી લેવામાં આવી હતી તેમજ એનું સંપૂર્ણ ઈન્ટીરિયર બોડીને વડોદરામાં લઈ આવ્યા પછી કરાયુ હતું. એરક્રાફ્ટ રેસ્ટોરન્ટને ઓરિજિનલ એરક્રાફ્ટનું ફીલ આવે એવું બનાવાયુ છે કે, જેથી કોઈપણ પરિવાર એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવા આવે તો તેમને એરક્રાફ્ટમાં તેઓ જમ્યા છે એવું ફીલ થાય એ રીતનું બનાવાયુ છે.
1.40 કરોડના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદ્યુ હતું:
હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટના માલિક એમ.ડી.મુખી જણાવે છે કે, ખાસ કરીને સામાન્ય માણસને એરક્રાફ્ટમાં બેસવાનો મોકો મળી રહ્યો નથી તો કેમ નહીં એરક્રાફ્ટની અંદર જ રેસ્ટરોરન્ટ શરૂ કરીએ કે, જેથી કરીને બેંગલુરુની નેગ કંપની પાસેથી સ્ક્રેપની હાલતમાં 1 કરોડ 40 લાખના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટની ખરીદી કરવામાં આવી હતી.
જયારે કોરોના આવી જતાં લોકડાઉન લાગ્યું તેમજ દોઢ વર્ષ પસાર થઈ ગયું હતું. એના એક-એક પાર્ટ્સ લાવીને અહીં એને રેસ્ટોરેન્ટનો લુક આપવામાં આવ્યો છે કે, જેથી હાલમાં આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે. આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં 102 વ્યક્તિની કેપેસિટી રહેલી છે.
પ્લેન ટેકઓફ થાય અને વાઈબ્રેશન થાય એ પ્રકારની અનુભૂતિ થશે:
આની ખાસિયત તો એ છે કે, આમાં રિયલ એરક્રાફ્ટનો અનુભવ થશે. લોકો અહીં આવશે તો રિયલ એરક્રાફ્ટમાં જે પ્રમાણે એરહોસ્ટેસ્ટ હોય એવો જ સ્ટાફ અહીં રખાયો છે. આની સાથે જ આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જેમ રિયલ એરક્રાફ્ટમાં એનાઉન્સમેન્ટ કરાય છે એવ પ્રકારે એનાઉન્સમેન્ટ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.