પોલીસના ત્રાસથી કંટાળીને જામનગરમાં યુવકે LIVE વિડીયો શરુ કરી ગટગટાવી ઝેરી દવા – જુઓ વાઈરલ વિડીયો

જામનગર(Jamnagar): અલિયાબાડા ગામે રહેતા એક યુવાને પોલીસના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. ભોગગ્રસ્તના પરિવારે ઉક્ત બનાવ સંદર્ભે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ભોગ બનનાર યુવાન પોતે પોલીસના કથિત ત્રાસમાં દવા પી રહ્યો હોવાનું ઉચ્ચારણ દર્શાવી વિષપાન કરતો જોવા મળતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, કિશન ભરતભાઇ મકવાણા (ઉં.વ. 22) નામનો યુવક જામનગર નજીક અલિયા ગામે વસવાટ કરે છે. જેણે સોમવારે સીમ પંથકમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી, આથી તેને ગંભીર હાલતમાં રાત્રે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તેને સઘન તબીબી સારવાર અપાઇ રહી છે. બીજી બાજુ આ બનાવ સંદર્ભે ભોગગ્રસ્તના પરિવારે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં આ યુવાને વિષપાન વેળાનો મોબાઇલ ફોનમાં વીડિયો બનાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો વાઇરલ થતાં ભારે ચકચાર મચી છે. આ વીડિયોમાં પોતે દારૂનો ધંધો કરે છે એવા આક્ષેપ પોલીસ લગાવી વારંવાર ઘરે આવતા હોવાથી પિતા સહિત પરિવારે ઠપકો આપતાં આ પગલું ભરી રહ્યો હોવાનું કિશન મકવાણાએ જણાવ્યું હતું. આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધીકારો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે. જ્યારે સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરાઇ છે.

પોતાના ફોનમાં વિડીયો ઉતરતા સમયે કિશન કહે છે કે, ‘પોલીસવાળાના ત્રાસથી હું દવા પીઉ છું, મારું જીવવાનું હરામ કરી દીધું છે, સસ્પેન્ડ થવા જોઇએ… હું દારૂનો ધંધો કરતો નથી. મને મારા બાપાએ ઘરેથી કાઢી મૂક્યો, ઈ લોકો મારા ઘરે આવ્યા માટે. કાયમી ઊઠીને એમ કહે છે કે, તું દારૂનો ધંધો કરે છે ને ઉપાડી જાય છે, મારે કરવાનું શું ? પોલીસવાળાના ત્રાસથી હું દવા પીઉ છું, બરોબર. કિશોરભાઇને શૈલુભા કાયમી આવીને એમ કહે છે કે તું આ કરે છે, ઓલું કરે છે, બરોબર. મારે કરવાનું શું ? એના ત્રાસથી. એ સસ્પેન્ડ થવા જોઇએ. મને જીવવાનું હરામ કરી દીધું છે આ બે-ચાર જણાએ. એ આવ્યા’તા’ ને મને મારા બાપાએ કાઢી મૂકયો.’

વિડીયોમાં સ્પસ્ટપણે જોવા મળી રહ્યું છે કે, સ્થાનિક પોલીસ તે દારૂનો ધંધો કરે છે, તેવા આરોપ લગાવી વારંવાર તેના ઘરે આવતી હોવાથી કિશનના પિતા વગેરે તેને ઠપકો આપતાં હોવાના કારણે આ પગલું ભરી રહ્યો હોવાનું યુવકે વીડિયોમાં જણાવ્યું છે. જે સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. યુવાન પોતે ઝેરી દવા પી રહ્યો હતો, તે સમયે તેણે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો અને પોલીસના ત્રાસના કારણે પોતે આ પગલું ભરી રહ્યો હોવાનું વીડિયોમાં જાહેર કર્યું હતું. જે વીડિયો પરિવારજનો દ્વારા વાયરલ કરવામાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *