આપણે સૌ જાણીએ છીએ કે, પાકિસ્તાને(Pakistan) તાજેતરમાં ભારત પર તેની એરસ્પેસનું ઉલ્લંઘન(Airspace violation) કરવાનો આરોપ લગાવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત તરફથી જે મિસાઈલ આવી તે પાકિસ્તાનમાં 124 કિલોમીટરની અંદર ખાનવાલ(Khanwal) જિલ્લામાં પડી હતી. જોકે, ભારતે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના ટેકનિકલ ખામીના કારણે બની હતી. હવે અમેરિકા(America) પણ ભારતની તરફેણમાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ કહ્યું કે આ માત્ર એક આકસ્મિક ઘટના છે, તે જાણી જોઈને કરવામાં આવેલો હુમલો નથી.
એજન્સી અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમારી પાસે એવા કોઈ સંકેત નથી કે આ જાણી જોઈને કરવામાં આવ્યું હોય, ભારતે પણ કહ્યું છે કે આ એક અકસ્માત સિવાય બીજું કંઈ નથી.
તમને જણાવી દઈએ કે ભારતે શુક્રવારે કહ્યું હતું કે બે દિવસ પહેલા ભૂલથી મિસાઈલ છોડવામાં આવી હતી જે પાકિસ્તાનમાં પડી હતી, તે આકસ્મિક ઘટના હતી. જે રૂટીન મેઈન્ટેનન્સ દરમિયાન ટેકનિકલ ખામીના કારણે સર્જાઈ હતી.
તે જ સમયે, પાકિસ્તાને કહ્યું કે તે મિસાઇલના “આકસ્મિક ફાયરિંગ” પર ભારતના સ્પષ્ટીકરણથી સંતુષ્ટ નથી. તે જ સમયે, પાકિસ્તાને ઘટનાની આસપાસના તથ્યોને સચોટ રીતે સ્થાપિત કરવા માટે સંયુક્ત તપાસની માંગ કરી છે.
ચીને કરી હતી તપાસની માંગ:
ચીને પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ચીને આ ઘટનાની તપાસની માંગ કરતા કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને વહેલામાં વહેલી તકે વાતચીત કરવી જોઈએ અને તાજેતરમાં જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારત દ્વારા મિસાઈલના “આકસ્મિક ફાયરિંગ”ની સંપૂર્ણ તપાસ શરૂ કરવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.