ગુજરાત પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે થયું ઉગ્ર ઘર્ષણ: ટીંગાટોળી કરતા પોલીસના હાથે ધાનાણીનો શર્ટ ફાટ્યો

સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ ગુજરાતમાં અમરેલીના વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે સ્કૂલોની ફી મુદ્દે પ્રતિક ધરણાં પર બેઠા હતા. જે દરમિયાન પોલીસે અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ પણ થયું હતું. જેમાં ધાનણીનો શર્ટ પણ ફાટી ગયો હતો. પોલીસે ટીંગાટોળી કરીને પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. જેના કારણે હાલમાં કાર્યકોરમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા કાર્યકરોએ પોલીસની ગાડી આગળ બેસી ગયા હતા અને પોલીસનો રસ્તો રોક્યો હતો.

પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ દરમ્યાન પરેશ ધાનાણીએ પોલીસને જણાવ્યું હતું કે, હું એકલો જ ધરણા પર બેઠો છું. જેથી મારી સાથે કોઈ જબરદસ્તી કરતા નહીં. તેમ છતાં પોલીસે પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. પરેશ ધાનાણીને પોલીસ અમરેલીના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અટકાયત બાદ પણ પરેશ ધાનાણીએ જામીન પર છુટવાનો ઈન્કાર કર્યો હતો. પરેશ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં જ પ્રતિક ધરણા શરૂ કરી દીધા હતા.

પરેશ ધાનાણીને પોલીસે ટીંગાટોળી કરીને ગાડીમાં બેસાડ્યા હતા
આજ રોજ સવારથી પરેશ ધાનાણી જ્યારે ઉપવાસ પર બેઠા ત્યારે પોલીસ અટકાયત કરવા પહોંચી ગઈ હતી. પરેશ ધાનાણીએ પોલીસને જણાવ્યું હતું કે, આજે ગાંધી જયંતિ છે એટલે રાષ્ટ્ર વ્યાપી વિરોધ છે. અમે કોઈ ભાષણ નથી આપતા, માઇક નથી કે પછી ટોળા નથી વળ્યાં. રાજ્યમાં દોઢ કરોડ બાળકોની ફી મુદ્દે ધરણા પર બેઠો છું. જેમાં તમારા પણ બાળકો છે. મને કોઈ હાથ અડાડતા નહીં અને મારી સાથે કોઈ જબરદસ્તી કરતા નહીં. મારે ધરણાં પર બેસવા માટે પણ મંજૂરી લેવાની છે તે વાત ખોટી છે. આ તમારી દાદાગીરી છે.

આ ઉપરાંત પરેશ ધાનાણી એ વધુમાં જણાવ્યું કે, આ ગાંધીબાગ છે અને હું અહીંયા એકલો જ બેઠો છું. તમે અહીંયા જાહેરનામું લઈને આવો કે, અહીંયા બેસવાની મનાઈ છે. પછી તમે મને હાથ અડાડજો. તમે જાહેરનામું લઈને આવો નહીં તો હું સામી ફરિયાદ કરીશ. આવી દાદાગીરી નહીં ચાલે, બેસવાની ક્યાં મનાઈ છે. તમે અંગ્રેજોથી પણ ખરાબ હાલ ગુજરાતની કરી દીધી છે. મને શું કામ લઈ જાવ છો એનું કારણ તો બતાવો, આ દરમિયાન પોલીસે ટીંગાટોળી કરીને પરેશ ધાનાણીને લઈ જઈ રહ્યા હતા અને શર્ટ પણ ફાડી નાખ્યો હતો. જેથી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.

દોઢ કરોડ વિદ્યાર્થીના ભવિષ્યનો પ્રશ્ન છે, સંપૂર્ણ સત્રની ફી માફ થાય તેવી માંગઃ ધાનાણી
પોલીસે ધાનાણીની અટકાયત કરી ત્યારે ધાનાણી બોલી રહ્યા હતા કે, મારવા હોય તો મારો.. ફાંસીએ ચડાવો…એકલો માણસ ઉપવાસ પર બેઠો છું. અત્યારે તમે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છો. આ રીત જ ખોટી છે. તમે મને કારણ બતાવો કે તમે મને શું કામ લઈ જાવ છો. દોઢ કરોડ વિદ્યાર્થીના ભવિષ્યનો પ્રશ્ન છે. સંપૂર્ણ સત્રની ફી માફ થાય તેની માગણી સાથે બેઠા છીએ. ક્યાંય એક વ્યક્તિએ બેસવાની મનાઈ છે?. જે બાદ પોલીસે અટકાયત કરી ધાનાણીને પોલીસની ગાડીમાં બેસાડ્યાં હતાં. ત્યાર બાદ કાર્યકરોએ હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે પોલીસ ગાડીની આગળ કાર્યકરો બેસી ગયા હતા અને રસ્તો રોક્યો હતો.

શાળામાં શિક્ષકોના પગાર માટે સરકાર ખાસ સહાય પેકેજ જાહેર કરેઃ ધાનાણી
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં ગુજરાતના લોકો બેરોજગાર બન્યા છે. ફી માફિયાઓ દ્વારા ગુજરાતના ઉજ્જવ ભવિષ્યને અંધકારમાં ધકેલવાનું ષડયંત્ર રચાય રહ્યું છે. અમે ગુજરાત વિધાન સભામાં પણ સંપૂર્ણ સત્રની ફી માફીની માગણી કરી હતી. તેમ છતાં અમુક ખાનગી ફી માફીયાઓના ખોળે બેસીને સરકારે 25 ટકા ફી માફીની જાહેરાત કરી કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યના દોઢ કરોડ યુવાનોની સરકારી અને ખાનગી કોલેજોમાં સંપૂર્ણ ફી માફ કરવામાં આવે તેવી અમારી માંગ છે. શાળામાં શિક્ષકોના પગાર માટે સરકાર ખાસ સહાય પેકેજ જાહેર કરે. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી એકલો હું અવાવરૂ જગ્યાએ પ્રતિક ધરણા પર બેઠો હતો પરંતુ સરકારના ઈશારે પોલીસે બળજબરીપૂર્વક પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા છે. પોલીસ સ્ટેશનમાં પણ અમે પ્રતિક ધરણાનો કાર્યક્રમ આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો છે. જેલની અંદર રહીએ, લાઠી ખાઈએ તો પણ આંદોલનને આગળ ધપાવીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *