Amway India ના મેમ્બરોને ચૂનો લાગ્યો, EDએ મની લોન્ડરિંગ કેસમાં કરી મોટી કાર્યવાહી

EDએ આરોપ લગાવ્યો હતો કે એમવે ડાયરેક્ટ સેલિંગ મલ્ટિ-લેવલ માર્કેટિંગ નેટવર્કની આડમાં પિરામિડ છેતરપિંડી ચલાવી રહી છે. એવું અવલોકન કરવામાં આવ્યું છે કે પ્રોડક્ટની તુલનામાં કંપની દ્વારા ઓફર કરવામાં આવતી મોટાભાગની પ્રોડક્ટ્સની કિંમતો ખુબ વધુ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે મની લોન્ડરિંગ કેસમાં FMCG Amway India ની ₹757.77 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ફર્મ પર મલ્ટી-લેવલ માર્કેટિંગ કૌભાંડ ચલાવવાનો આરોપ છે.

ઇડીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જપ્ત કરાયેલી મિલકતોમાં તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એમવેની જમીન અને ફેક્ટરી બિલ્ડિંગ, પ્લાન્ટ અને મશીનરી, વાહનો, બેંક ખાતા અને ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય છે.

અગાઉ, કેન્દ્રીય તપાસ એજન્સીએ એમવેના 36 જુદા જુદા ખાતામાંથી ₹411.83 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો અને ₹345.94 કરોડની બેન્ક બેલેન્સ અસ્થાયી રૂપે જપ્ત કરી હતી.

તપાસમાં, EDએ આરોપ મૂક્યો હતો કે એમવે કંપની ડાયરેક્ટ સેલિંગ મલ્ટિ-લેવલ માર્કેટિંગ નેટવર્કની આડમાં પિરામિડ છેતરપિંડી ચલાવી રહી છે. એવું અવલોકન કરવામાં આવ્યું છે કે ખુલ્લા બજારમાં ઉપલબ્ધ પ્રતિષ્ઠિત ઉત્પાદકોના વૈકલ્પિક લોકપ્રિય પ્રોડક્ટની સરખામણીમાં કંપની દ્વારા વેચવામાં કરવામાં આવતી મોટાભાગની પ્રોડક્ટ્સની કિંમતો અતિશય છે.

તપાસ એજન્સીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “વાસ્તવિક હકીકતો જાણ્યા વિના, સામાન્ય જનતાને કંપનીના સભ્યો તરીકે જોડાવા અને ઊંચા ભાવે ઉત્પાદનો ખરીદવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને આ રીતે તેઓ તેમની મહેનતની કમાણી ગુમાવે છે. નવા સભ્યો પ્રોડક્ટનો ઉપયોગ કરવા માટે ખરીદી કરતા નથી, પરંતુ ઉપરના લેવલના સભ્યો દ્વારા જણાવ્યા મુજબ સભ્યો બનીને પૈસાદાર બનવા માટે ખરીદી કરે છે.. વાસ્તવિકતા એ છે કે અપલાઇન સભ્યો દ્વારા મેળવેલા કમિશન ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવામાં મોટો ફાળો આપે છે.”

ઇડીએ જણાવ્યું હતું કે, “કંપનીનું સંપૂર્ણ ધ્યાન સભ્યો કેવી રીતે સભ્યો બનીને સમૃદ્ધ બની શકે તે અંગે પ્રચાર કરવાનું છે. ઉત્પાદનો પર કોઈ ધ્યાન નથી. ઉત્પાદનોનો ઉપયોગ ડાયરેક્ટ સેલિંગ કંપની તરીકે આ MLM પિરામિડ છેતરપિંડી કરવા માટે કરવામાં આવે છે”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *