ગુજરાત(gujarat): કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.0ની તીવ્રતા નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ આંચકાનું કેન્દ્ર બિંદુ ગઢશીશાથી 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ પહેલા ગઈકાલે વહેલી સવારે ગીર સોમનાથના તલાલા ભૂકંપના આંચકાથી ઘરા ઘ્રૂજતાં લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો.તાલાલાથી 13 કિલોમીટર દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.
અવાર-નવાર કચ્છમાં બને છે ભૂકંપના આંચકાની ઘટના
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા (18 માર્ચ 2022) કચ્છમાં 4 વાગ્યે 57 મિનિટે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઇ છે. દુધઇથી 8 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે કોઇ નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી. સામાન્ય આંચકાથી ઘરની દિવાલો ધ્રૂજી હતી.
અત્રે ઉલેખનીય છે કે, સોમવારે સવારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર પંથકમાં ભૂકંપના આંચકાથી લોકો જાગી ગયા હતા. તાલાલા ગીર જિલ્લામાં 6 મિનિટમાં બે જોરદાર આંચકા અનુભવાયા હતા. બે આંચકા અનુક્રમે 4 અને 3.2ની તીવ્રતાના હતા. ભૂકંપનું કેન્દ્ર તાલાલા કોંજથી 13 કિમી ઉત્તરપૂર્વમાં હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમય બાદ તાલાલા ગીર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં આકરી ગરમી વચ્ચે આજે વહેલી સવારે પંથકના લોકો જાગી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક સમય અનુસાર સવારે 6:58 કલાકે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ત્યારબાદ 6 મિનિટ પછી 7 કલાક 4 મિનિટે બીજો ફટકો પડ્યો હતો. બેમાંથી, પ્રથમ ધ્રુજારીની તીવ્રતા 4 અને બીજા 3.2 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર તાલાલાથી 13 કિમી ઉત્તરપૂર્વમાં હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના ગામો ભૂકંપથી પ્રભાવિત થયા હતા.
લાંબા સમય બાદ તાલાલા ગીર પંથકમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે નોંધાયું હતું, જોકે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે નોંધાયું હતું, જોકે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી.
વાસણમાં કોઈ મોટી હિલચાલ થઈ હોવાનું લોકો અનુમાન કરવા લાગ્યા છે. તો થોડા સમય પહેલા ઉના જિલ્લામાં પણ ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ગીર જંગલની આસપાસના વિસ્તારમાં નોંધાયું હતું. આજના ઝાટકા પણ જંગલ વિસ્તારની આસપાસ નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.