પાટીદારના સમાજના અગ્રણીઓ સાથે યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મહત્વની બેઠક- લેવાશે આ મોટા નિર્ણયો

ગુજરાત(Gujarat): રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન(PAAS) દરમિયાન થયેલા પાછા કેસો ખેંચવા ગુજરાત સરકારે અગાઉ ખાતરી આપી હતી. આ ખાતરી આપવામાં આવ્યા છતાં પણ તમામ કેસો પાછા…

ગુજરાત(Gujarat): રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન(PAAS) દરમિયાન થયેલા પાછા કેસો ખેંચવા ગુજરાત સરકારે અગાઉ ખાતરી આપી હતી. આ ખાતરી આપવામાં આવ્યા છતાં પણ તમામ કેસો પાછા ના ખેંચવામાં આવતા પાટીદાર સમાજમાં હજુ પણ અસંતોષ છે. આ અસંતોષ દૂર કરવા માટે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની આજ રોજ ખાસ બેઠક બોલાવવામાં આવી છે.

પાટીદાર અગ્રણીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે યોજાશે મહત્વપૂર્ણ બેઠક:
રાજ્યના મુખ્યમંત્રી સાથેની બેઠક પહેલા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીને અમે પાટીદાર દીકરા-દીકરીઓ સામે થયેલા કેસ પરત ખેંચવા તે અંગે રજૂઆત કરીશું તો મૃતકોના પરિવારજનોને વળતર મળે તેવી પણ અમારી રજૂઆત સરકાર સમક્ષ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે યોજનારી બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સાથે પાટીદાર ચહેરો ગણાતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિત અગ્રણીઓ આજે હાજર રહેશે. મુખ્યમંત્રી સાથે બેઠક સાંજે 6.30 કલાકે યોજવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, સરદાર પટેલ ગૃપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકમાં નિર્ણય કર્યો હતો કે, જો સરકાર દ્વારા આગામી સમયમાં કેસો પાછા ખેંચવામાં નહી આવે તો ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવશે. ત્યારે આજે મળવા જઈ રહેલી આ બેઠક ખુબ જ મહત્વની ગણવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *