ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)ના કેસ સતત ઘટી રહ્યા હોવાથી ત્રીજી લહેર પૂર્ણતાને આરે હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકાર પણ કોરોના ગાઈડલાઈન(Corona’s guideline)માં વધુ છૂટ આપી રહી છે. આમાં પણ સરકાર માસ્કના હાલના દંડને 1000 રૂપિયાથી ઘટાડીને 100 રૂપિયા કરવા સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં પ્રથમ અને બીજી લહેર દરમિયાન, સરકારે માસ્કના મામલે માર્ગદર્શિકા અને દંડની રકમ 100 થી વધારીને 1000 કરી દીધી હતી. પરંતુ ત્રીજી લહેર દરમિયાન સરકાર માસ્કના મુદ્દે હળવી પડી રહી હતી. જેમાં માસ્કના દંડને લઈને કોઈ કડકાઈ લેવામાં આવી ન હતી, ત્યારે ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. પરિણામે, રાજ્ય સરકાર હવે માસ્કના કિસ્સામાં દંડની રકમ ઘટાડવા તરફ આગળ વધી રહી છે.
આજે આવશે નવી ગાઈડલાઈન:
ગુજરાત હાઈકોર્ટ દ્વારા માસ્કનો દંડ 1000 રૂપિયા રાખવાનો આદેશ કર્યો હતો. જે બાદ ગુજરાત સરકારે તે સમયે 1000 રૂપિયાનો દંડ નકકી કર્યો હતો. ગુજરાતમાં કોરોના નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા 18 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહી છે, તેથી ગઈ કાલે મળેલી કેબિનેટ બેઠકમાં નિયંત્રણો હળવા કરવા ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. માસ્કનો દંડ ઘટાડવા પર પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, લોકો માસ્કથી કંટાળ્યા છે:
માસ્ક માટેનો દંડ ઘટાડવા માટે આગામી દિવસોમાં ઔપચારિક પ્રક્રિયાને અનુસરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અંગે સંકેત આપ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થોડા દિવસો પહેલા ગિફ્ટ સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં 10 કરોડ રસીના ડોઝ હાંસલ કરવા બદલ આરોગ્ય વિભાગને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે લોકો માસ્કથી કંટાળી ગયા છે.
નિયંત્રણોમાં મળી શકે છે ઢીલ:
ઉલ્લેખનીય છે કે ગાંઘીનગરમાં યોજાનારી આ બેઠકમાં કોરોનાની નવી SOP મુદ્દે નિર્ણય લેવામાં આવશે. આવતીકાલે કર્ફ્યુની મુદ્દ પણ સમાપ્ત થઇ રહી છે. આવી સ્થિતિમાં 8 મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 17 શહેરોમાં નાઈટ કર્ફ્યુમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે કેમ?.
આ ઉપરાંત લગ્ન પ્રસંગોની સંખ્યામાં વધારો કરવો કે નહીં તે અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. ઉપરાંત, બસમાં મુસાફરોની 75 ટકાની ક્ષમતાને દૂર કરી શકાય છે. સાથે જ રાજકીય કાર્યક્રમોની સંખ્યા પણ વધી શકે છે. વાણિજ્યિક પ્રવૃત્તિઓ તેમજ અન્ય પ્રતિબંધો હટાવવામાં આવે તેવી શક્યતા છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.