રાજકોટના શાપરમાં ટેકનોકાસ્ટની એક પેઢીએ મોટા ઓર્ડર આવી જતા તેને પુરા કરવા માટે બિહારથી પોતાના ૨૦ કુશળ કારીગરોને પ્લેનથી તેડાવ્યા છે. પટનાથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ ફ્લાઈટની ટિકિટ સાથે ખાસ માણસને મોકલ્યો હતો. ઘણાએ ટ્રેનની ટિકિટો મોકલી હતી. ઘણાએ બસના ભાડા પણ ચૂકવ્યા છે.
સાથોસાથ હવે પરપ્રાંતીય શ્રામિકો ફરી રાજકોટ તરફ આવી રહયા છે. રાજકોટની ત્રણ ઔદ્યોગિક વસાહતોમાં દરરોજ શ્રમિકો પાછા આવી રહ્યા છે.
પોતાના ગામથી રાજકોટ પરત કામ કરવા આવેલા આ શ્રામિકોની ગુજરાતની બોર્ડર કે રાજકોટમાં તેઓ જયા ઉતરી રહ્યા છે. ત્યાં કોઈ સ્થળે આરોગ્ય ચકાસણીની વ્યવસ્થા નથી. ખરેખર તો પરપ્રાંતથી આવતા શ્રામિકો માટે આરોગ્ય ચકાસણી થવી જોઈએ તેવી માગણી ઉદ્યોગકારો કરી રહ્યા છે.
રાજકોટના શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતના ચેરમેન રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, અમારે કુશળ કારીગરોની જરૂર હોવાથી અમે શ્રમિકોને પરત બોલાવી રહ્યા છીએ.
અમારી ફેકટરીમાં દરરોજ થર્મલ ગનથી દરેક શ્રામિકની ચકાસણી થાય છે, બે માસમાં કોઈ શંકાસ્પદ કિસ્સો હજૂ સામે આવ્યો નથી. આમ છતા ચકાસણી થવી જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news