ફરીદાબાદ: આજકાલ આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આ દરમિયાન, ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં સેક્ટર-28 સ્થિત મેટ્રો સ્ટેશનમાં મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. જ્યાં પ્રેમીથી નારાજ એક યુવતીએ મેટ્રો સ્ટેશનથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, પોલીસ દ્વારા છેલ્લી ઘડીએ પહોંચીને યુવતીને આત્મહત્યા કરતા રોકી લેવામાં આવી હતી.
આ મામલાનો વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવતી મેટ્રો સ્ટેશનની દીવાલથી કૂદવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન, એક પોલીસકર્મી ત્યાં પહોંચ્યો અને તેને તેની પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ, પોલીસકર્મીની સમયસૂચકતાના કારણે યુવતીનો જીવ બચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, એક ખાનગી કંપનીમાં પ્રેમી અને પ્રેમિકા બંને કામ કરે છે. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. યુવતી દિલ્હીની રહેવાસી હોય એવી પ્રાથમિક માહિતી મળી છે. યુવતીને મેટ્રો સ્ટેશનની છત પર ઊભી રહેલી જોઈને હાઇવે પર ચાલી રહેલ ટ્રાફિક અટકી ગયો હતો. સૂચના મળતા સીઆઇએસએફ અને મેટ્રો પોલીસ પણ સક્રિય થઈ ગઈ.
જાણવા મળ્યું છે કે, એક પોલીસકર્મી અને એક યુવકે છત પર કૂદીને યુવતીને કાબૂમાં લીધી અને તેને કૂદતા અટકાવી દીધી. ત્યારબાદ યુવતીને મેટ્રો પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવી. પોલીસ દ્વારા યુવતીના પરિજનોને સૂચના આપી અને તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. જ્યાં યુવતીનો ભાઈ તેને સમજાવીને ઘરે લઈ ગયો.
મળતી માહિતી મુજબ, કોઈ વાતને લઈને યુવતીનો પ્રેમી સાથે ઝઘડો થઈ ગયો હતો, ત્યારબાદથી તે તણાવમાં હતી. તેથી તે ફરીદાબાદ સેક્ટર-28 સ્થિત મેટ્રો સ્ટેશનમાં પહોંચી ગઈ અને અચાનક સ્ટેશનની છત પર ચડી ગઈ હતી. આ દરમિયાન, એક પોલીસકર્મીસ અને એક યુવકે છત પર કૂદીને તેને કાબૂમાં લીધી અને જીવ બચાવી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.