ભાજપથી નારાજ થયેલા મધુશ્રીવાસ્તવે કહ્યું- મારે કોઈનો સાથ નથી જોતો, હું જીતીશ તો પણ…

ગઈકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. રાજ્યની ૯૩ બેઠક પર મતદાન યોજાયું હતું, જેમાં પ્રધાનમંત્રી મોદી સહીત અનેક દિગ્ગજ નેતાઓએ…

ગઈકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. રાજ્યની ૯૩ બેઠક પર મતદાન યોજાયું હતું, જેમાં પ્રધાનમંત્રી મોદી સહીત અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું હતું. આ વિધાનસભા ચૂંટણીમાં વાઘોડિયા બેઠક સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. કારણ કે છેલ્લા છ ટર્મથી ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા અપક્ષ માંથી ચૂંટણી લડી હતી.

ટિકિટ કપાતા જ વધુ શ્રીવાસ્તવ એ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. અને ભાજપને ચેલેન્જ ફટકારી અપક્ષ માં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે ગઈકાલે મતદાન પૂર્ણ થતા મધુ શ્રીવાસ્તવ એ મીડિયા સમક્ષ પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો. સાથે જ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે હું જીતીને પણ અપક્ષમાં જ રહીશ.

કોઈ પાર્ટીમાં જોડાવા અંગે મધુ શ્રીવાસ્તવ્ય કહ્યું, મારે કયા પક્ષમાં જવું તે આવનારો સમય નક્કી કરશે. મારા કાર્યકર્તાઓ કહેશે તે પ્રમાણે હું નિર્ણય લઈશ. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ વડોદરાની વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ ની ટિકિટ કાપી અશ્વિન પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારથી લઈને આજ સુધી વાઘોડિયા બેઠક પર નવા જૂની થઈ રહ્યા છે. ટિકિટ કપાતા જ મધુ શ્રીવાસ્તવ એ ભાજપનું કમળ કચડી અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

મધુ શ્રીવાસ્તવ્ય જણાવતા કહ્યું કે, હજુ મારા વિસ્તારના ૨૦ ટકા કામ બાકી છે, તે મારે પૂર્ણ કરવાના છે. મારે કોઈના સાથ ની જરૂર નથી મારે એકલા હાથે લડવું છે. મારા પર બજરંગ બલીનો સાથ છે. છેલ્લી ૬ ટર્મથી વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવનો દબદબો આ વર્ષે પણ કાયમ રહેશે કે નહીં તે આવનારી 8 ડિસેમ્બર નક્કી કરશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *