હર્ષ સંઘવી સામે ચુંટણી લડવા ‘AAP ‘ને મળ્યો મોટો ચેહરો- ભાજપના જ આ દિગ્ગજ નેતા જોડાયા આપ માં

ગુજરાત(Gujarat): ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ના ઢોલ વાગી રહ્યા છે. તેવામાં સત્તાધારી ભાજપ(BJP) પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં ન આવતા સત્તાવાર મહોર અંગે…

ગુજરાત(Gujarat): ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ના ઢોલ વાગી રહ્યા છે. તેવામાં સત્તાધારી ભાજપ(BJP) પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં ન આવતા સત્તાવાર મહોર અંગે સૌ કોઈની મીટ મંડાયેલી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, એમ એમ ભાજપમાં આમ આદમી પાર્ટી(AAP)ના નામનો ડર વધુમાં વધુ ફેલાઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલની જનતા માટે કામ કરવાની કામની રાજનીતિ(Politics)થી ગુજરાત(Gujarat)ના લોકો પ્રભાવિત થઇ રહ્યા છે અને ચારો તરફ બસ એક જ અવાજ આવી રહ્યો છે કે બસ હવે પરિવર્તન જોઈએ છીએ.

ગુજરાતના લોકો રોજે રોજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાઈને લોકો જનકલ્યાણના કાર્યોમાં સમાજસેવકો પોતાનું યોગદાન આપવા માંગે છે. જે કામો આમ આદમી પાર્ટીએ પહેલેથી જ દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યા છે.  તેને જોતા આજે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ પર વધુ વિશ્વાસ આવી રહ્યો છે.

ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પી.વી. શર્મા જોડાયા આમ આદમી પાર્ટીમાં
સી.આર પાટીલ અને હર્ષ સંઘવીના ગઢ સુરતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ મોટુ ગાબડુ, સી.આર પાટીલની નજીક ગણાતા PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા. સુરતના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પી.વી. શર્મા અરવિંદ કેજરીવાલની જનતા માટે કામ કરવાની રાજનીતિથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પી.વી.શર્મા ભાજપના પૂર્વ કોર્પોરેટર, વોટર કમિટીના પૂર્વ અધ્યક્ષ, ગુજરાત રાજ્યના એક્ઝીક્યુટીવ મેમ્બર, આર્ટસ અને કલ્ચરના નેશનલ એક્ઝીક્યુટીવ મેમ્બર પણ રહી ચુક્યા છે.

પી.વી. શર્માએ બ્લડ ડોનેશન જેવા સમાજસેવાના પણ ઘણા કાર્યો કર્યા છે. આમ આદમી પાર્ટી પરિવાર પી.વી. શર્માનું સ્વાગત કરે છે. સુરત શહેરના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પી.વી. શર્મા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ.સંદીપ પાઠકના હસ્તે વિધિવત રીતે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.

આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે પોતાની ઓળખ ઊભી કરી દીધી છે. આમ આદમી પાર્ટીને જનતા તરફથી પણ પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. જેનાં આધારે આજે ચૂંટણી યોજાય તો પણ જનતા આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા માટે તૈયાર છે. આજે ગુજરાતના દરેક વર્ગનાં, સમાજના, જાતિના, ધર્મના અને દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ખેડૂતો, યુવાનો અને મહિલાઓની પહેલી પસંદ બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *