ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે એમ જ નથી લીધા અનિલ મુકિમને, મોદીના કર્યા છે આ કામો

હાલ ગુજરાતના મુખ્ય સચિવ ડોક્ટર જે.એન.સિંઘ નિવૃત થઇ રહ્યાં છે. ત્યારે મુખ્ય સચિવ પદે કોણ નિમાશે તે મુદ્દા  પરથી પરદો હવે ઉંચકાઇ ચૂક્યો છે. કેન્દ્રમાં ખાણ ખનિજ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવતાં અનિલ મુકિમની મુખ્ય સચિવપદે નિયુક્તિ કરવામાં આવી છે. મુખ્ય સચિવપદ માટે પાંચેક આઇ.એ.એસ. અિધકારીઓના નામોની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભાજપ સરકારની ગુડબુકમાં સૃથાન ધરાવતાં અનિલ મુકિમ પર આખરે પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. તેઓ શનિવારે ગાંધીનગર પહોંચી રહ્યાં છે.

મુખ્ય સચિવ પદ માટે અરવિંદ અગ્રવાલ, પંકજકુમાર, સંગીતાસિંઘ સહિત અન્ય આઇ.એ.એસ. અધિકારીઓના નામો ની ચર્ચા હતી. છેલ્લા એક અઠવાડિયા માં એ જ ચર્ચા હતી કે, ડૉ.જે.એન.સિંઘના ઉત્તરાધિકારી તરીકે કોણ આવશે ? અનેક ચર્ચાના આખરે દિલ્હી હાઇકમાન્ડે મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમની પસંદગી કરી હતી. 1985 બેચના આઇ.એ.એસ. અધિકારી અનિલ મુકિમ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્રર તરીકે સારી કામગીરી બજાવી ચૂક્યાં છે. એટલે તેમને ખાસો અનુભવ છે.

સાથે સાથે અનિલ મુકિમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં તે વખતે નાણાં, મહેસૂલ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ અદા કરી ચૂક્યાં છે એટલે અમદાવાદ જ નહી પરંતુ રાજ્યના વહીવટી તંત્ર પર તેઓ મજબૂત પક્કડ ધરાવે છે.

સરળ સ્વભાવ, મળતાવડા અને સંનિષ્ઠ અધિકારી અનિલ મુકિમને તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને વર્ષ 2018માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મૂકાયા હતાં. હાલમાં તેઓ ખાણ ખનિજ વિભાગમાં સચિવ તરીકે ફરજ અદા કરી રહ્યાં છે. આજે કેન્દ્ર સરકારે વિધિવત રીતે ઓર્ડર કરીને તેમને ગુજરાત પરત મોકલ્યાં છે.

આવતીકાલે અનિલ મુકિમ ગાંધીનગર આવી રહ્યાં છે. તેઓ આવતીકાલે સાંજે અથવા સોમવારે ચાર્જ સંભાળે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ,અનિલ મુકિમ ગુરૂવારે મોડી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને મુકિમે મુલાકાત કરી હોવાની માહિતી મળી આવી છે. મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘે અનિલ મુકિમ સાથે ટેલિફોનિક વાત કરીને શુભેચ્છા પાઠવી હતી. ડૉ.સિંઘ આવતીકાલે શુક્રવારે ચાર્જ છોડશે. છેલ્લા દિવસે મુખ્યસચિવ ડૉ.સિંઘ ગૃહવિભાગ અને આરોગ્ય વિભાગના અિધકારીઓ સાથે બેઠક યોજી હતી. આઇ.એ.એસ. અિધકારીઓ પણ મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘને શુભેચ્છા આપી હતી.

જાણો અનિલ મુકિમનો પરિચય.

અનીલ મુકિમનું મૂળ વતન અમદાવાદ છે. તેમણે અભ્યાસમાં B.COM કરેલું છે, અને સાથે-સાથે તેમણે LLBની ડીગ્રી પણ મેળવી છે. પોતે 26 ઓગસ્ટ 1985ના રોજ સરકારના આઇએએસ તરીકે નિમાયા હતા. ત્યારબાદ  ફેબુ્રઆરી 2016ના ગુજરાતના જનરલ એડ્મિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં એડિશ્નલ ચીફ સેક્રેટરી તરીકે જવાબદારી અદા કર્યા બાદ કેન્દ્રમાં નિમાયા. અને વળી, 19 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર 2019 સુધી સંસદિય બાબતોના મંત્રાલયના વધારાના સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે પણ કાર્યભાર સંભાળ્યો છે. પોતે વહિવટી બાબતોમાં ખૂબ જ સારી પકડ ધરાવે છે. તેમની પાસે નાણા, મહેસૂલ, સ્વાસ્થ્ય જેવા વિવિધ વિભાગના વડા તરીકે કામગીરી અદા કરવાનો ખુબ અનુભવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *