સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ તાપમાન સામાન્ય છે. મેં મહિનામાં અત્યંત ગરમીનો માહોલ હતો. પરંતુ ચાલુ વર્ષમાં ઉનાળામાં વારંવાર વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જયારે રાજ્યમાં એપ્રિલ મહિનામાં અંતમાં જ ચોમાસની અસર શરૂ થઈ ગઈ છે. વારંવાર થઈ રહેલા થન્ડરસ્ટોર્મના કારણે ખુબ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. જોઈએ તો 14 મેના રોજ લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે.
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લે એક મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. તો અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પણ પહોંચી ગયો હતો. બે-ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે કે, 16મી મે સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવનાઓ છે. જોકે, હજુ વાવાઝોડું સક્રિય થયું નથી. સક્રિય થયા બાદ કઈ દિશામાં ફંટાઈ શકે છે તેનો અંદાજ લગાવવામાં આવશે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં ૧૪ મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર ૧૬ મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તિત થવાની સંભાવના છે.
A low pressure area is very likely to form over southeast Arabian Sea around 14th May morning. It may intensify into a Cyclonic Storm over east central Arabian Sea around 16th May.
Kindly visit https://t.co/ODdidiEjCv and https://t.co/wRl94BzRXr for updates on the system. pic.twitter.com/HS3mMEEd0h— India Meteorological Department (@Indiametdept) May 11, 2021
ગુજરાત પર ક્યારે ત્રાટકશે આ ‘તોકતે’ વાવઝોડું?
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આ વાવાઝોડું આગામી 20 મેના ઉત્તર ગુજરાત અથવા કચ્છમાંથી પસાર થાય તેની સંભાવના છે. વર્ષ 2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને ‘તોકતે’ નામ આપવામાં આવ્યું છે. જોકે, આ વાવાઝોડા કઇ દિશામાં આગળ વધશે તેને લઇને હજુ અસ્પષ્ટતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આ વાવાઝોડું આગામી ૨૦ મેના ઉત્તર ગુજરાત અથવા કચ્છમાંથી પસાર થાય તેની સંભાવના છે. વર્ષ ૨૦૨૧નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને તોકતે નામ આપવામાં આવ્યું છે. જોકે, આ વાવાઝોડા કઇ દિશામાં આગળ વધશે તેને લઇને હજુ અસ્પષ્ટતા નથી.
દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં ૧૪ મેના રોજ સર્જાઈ રહેલું તોકતે વાવાઝોડું એક અનુમાન પ્રમાણે તે ઓમાનનો દરિયો ઓળંગી શકે છે તો એક અનુમાન એવું પણ છે કે, તે દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ ધપી શકે છે. જે મુજબ ગુજરાતના કેટલાક હિસ્સાને અસર થઇ શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. ૧૪ મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર, ગુજરાતના કેટલાંક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે. જેના કારણે દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર અને કચ્છમાં પવન સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.