ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો જનતાના અભિપ્રાય મુજબ, ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)ને આમ આદમી પાર્ટી(AAP)નો મુખ્યમંત્રી ચહેરો જાહેર કરી દેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી પ્રત્યે ગુજરાતની જનતાનું સમર્થન વધારે વધી ગયું છે. ત્યારે હવે ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)એ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો.
આમ આદમી પાર્ટીના રોડ શોમાં રાજકોટ અને જામનગરની જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો.
આપ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ સરદાર મેન રોડ-રાજકોટ રૂરલ, કાલાવાડ-જામનગર અને જેતપુર-રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો અને તે રોડ શોનું નેતૃત્વ કર્યું. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકરોઓ સાથે મળીને રોડ શો કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ અને જામનગરની જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્હીમાં લોકોને 24 કલાક વીજળી મળે છે, તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે, ત્યાં પણ 24 કલાક વીજળી મળે છે, તો પણ ત્યાંના લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે 24 કલાક અને મફત વીજળી આપીશું.
ગુજરાતમાં પણ દિલ્લીની જેમ ઘણી બધી હોસ્પિટલો ખોલીશું અને શાનદાર મોહલ્લા ક્લિનિક બનાવીશું: અરવિંદ કેજરીવાલ
વધુમાં અરવિંદ કેજરીવાલે જણાવતા કહ્યું હતું કે, તમારી સારવાર માટે શાનદાર હોસ્પિટલ બનાવીશું. દિલ્હીમાં પણ અમે ઘણી સારી હોસ્પિટલો બનાવી, મોહલ્લા ક્લિનિક બનાવ્યા અને તમામ લોકો માટે તમામ સારવાર મફત કરી ગરીબ અને અમીર સૌની સારવાર મફત કરી દીધી. ભગવાન ના કરે તમારા ઘરમાં કોઈ બીમાર પડે, પણ કોઈ બીમાર પડે તો તમારો ભાઈ અને તમારો દીકરો બનીને બધો ખર્ચ ઉઠાવીશ. ગુજરાતમાં પણ દિલ્લીની જેમ ઘણી બધી હોસ્પિટલો ખોલીશું અને શાનદાર મોહલ્લા ક્લિનિક બનાવીશું. જો ₹ 5 ની દવા હશે તે પણ મફત અને ₹ 20,00,000 નું ઓપરેશન હશે તો પણ મફત.
અમે 10 લાખ સરકારી નોકરીઓ આપીશું, બેરોજગારોને 3000 દર મહિને બેરોજગારી ભથ્થુ આપીશું: અરવિંદ કેજરીવાલ
વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, આજે આપણા બાળકો બેરોજગાર ફરી રહ્યા છે, આ લોકોએ બાળકોને રોજગાર આપવા માટે કોઈ કામ કર્યું નથી. અમે તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું. અત્યારે અહીં ઘણી બેરોજગારી છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરી. અત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે 20,000 લોકો માટે નવી સરકારી નોકરીઓ આપી. ગુજરાતમાં પણ અમે તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી તમને રોજગાર નહીં મળે ત્યાં સુધી તમારા બાળકોને 3000 રૂપિયા માસિક બેરોજગારી ભથ્થું આપીશું. અમારી સરકાર આવનારા સમયમાં 10 લાખ સરકારી નોકરીની વ્યવસ્થા કરશે.
આ બંને પાર્ટીવાળા બધા જ પૈસા મળીને ખાઈ જાય છે : અરવિંદ કેજરીવાલ
27 વર્ષમાં તેઓએ તમારા બાળકો માટે કોઈ શાળાઓ બનાવી નથી, 27 વર્ષમાં તેઓએ તમારા માટે કોઈ હોસ્પિટલ નથી બનાવી, મેં 6 વર્ષમાં દિલ્હીમાં શાનદાર શાળાઓ અને હોસ્પિટલો બનાવી છે. જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે. સમગ્ર દેશમાં આજે સૌથી મોંઘી વીજળી ગુજરાતની અંદર છે. આ બંને પક્ષો સાથે મળીને બધા પૈસા ખાય છે. એટલે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી. ચૂંટણી પછી કોંગ્રેસ તેમની સાથે જતી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.